દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે ‘છત્રપતિ શિવાજી મહારાજ કે બીજા કોઈ પણ રાષ્ટ્રપુરુષનું અપમાન કરનારાને કઠોર સજા થવી જોઈએ
દેવેન્દ્ર ફડણવીસ
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી રાષ્ટ્રપુરુષોનું અપમાન કરવાના મામલામાં વધારો થયો છે, આથી છત્રપતિ શિવાજી મહારાજ અને રાષ્ટ્રપુરુષનું અપમાન કરનારા પર કઠોર કાર્યવાહી કરવાની માગણી થઈ રહી છે. થોડા દિવસ પહેલાં છત્રપતિ શિવાજી મહારાજના વંશજ ઉદયનરાજે ભોસલેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને કાયદો બનાવવાની માગણી કરી હતી. આ બાબતને ધ્યાનમાં રાખીને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે કહ્યું હતું કે ‘છત્રપતિ શિવાજી મહારાજ કે બીજા કોઈ પણ રાષ્ટ્રપુરુષનું અપમાન કરનારાને કઠોર સજા થવી જોઈએ. આપણે લોકશાહીમાં રહીએ છીએ એટલે કોઈને એમને એમ સજા ન કરી શકીએ. આથી આ બાબતે કાયદો બનાવવામાં આવશે. કાયદો બન્યા બાદ કોઈ પણ રાષ્ટ્રપુરુષનું અપમાન કરશે તો તેની સામે કાયદાકીય કાર્યવાહી થઈ શકશે અને લોકો અપમાન કરતાં પહેલાં બે વાર વિચાર કરશે.’

