ઘટનાની વિગત મુજબ ગુરુવારે રાત્રે એક જણ ડેથ-સર્ટિફિકેટ લેવા માટે આખી રાત હૉસ્પિટલની બહાર રાહ જોઈ રહ્યો હતો. શું ચાલી રહ્યું છે એ જોવા માટે જ્યારે તેણે પોસ્ટમૉર્ટમ રૂમની અંદર ડોકિયું કર્યું ત્યારે ઑન-ડ્યુટી ડૉક્ટર દારૂ પીધેલી હાલતમાં સૂતેલો જોવા મળ્યો.
દારૂની પાર્ટી
ડૉક્ટરો દ્વારા સારવારમાં બેદરકારીના અનેક મામલા અગાઉ બન્યા છે. જોકે પિંપરી-ચિંચવડમાં ડૉક્ટર દ્વારા પોસ્ટમૉર્ટમ (PM) રૂમમાં ડેડ-બૉડીની વચ્ચે દારૂની પાર્ટી કરવાનો વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. પિંપરી-ચિંચવડ મ્યુનિસિપલ કૉર્પોરેશન (PCMC)ની યશવંતરાવ ચવાણ મેમોરિયલ (YMC) હૉસ્પિટલમાં બનેલો આ મામલો સામે આવ્યા બાદ ડૉક્ટર વૈભવ મ્હસ્કેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે.
ઘટનાની વિગત મુજબ ગુરુવારે રાત્રે એક જણ ડેથ-સર્ટિફિકેટ લેવા માટે આખી રાત હૉસ્પિટલની બહાર રાહ જોઈ રહ્યો હતો. શું ચાલી રહ્યું છે એ જોવા માટે જ્યારે તેણે પોસ્ટમૉર્ટમ રૂમની અંદર ડોકિયું કર્યું ત્યારે ઑન-ડ્યુટી ડૉક્ટર દારૂ પીધેલી હાલતમાં સૂતેલો જોવા મળ્યો હતો. ત્યાર પછી તે વ્યક્તિએ પોસ્ટમૉર્ટમ રૂમની અંદરના દૃશ્યનો વિડિયો ઉતાર્યો હતો.
ADVERTISEMENT
વિડિયોમાં ડૉક્ટર વૈભવ મ્હસ્કે સોફા પરે પીધેલી હાલતમાં સૂતેલો હતો તથા તેની સામે ટેબલ પર દારૂની બૉટલ, ગ્લાસ તથા ખાવાની અન્ય વસ્તુઓ પડેલી હતી. આ ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઈ ગયો હતો. લોકોએ ખૂબ જ તીખી પ્રતિક્રિયાઓ આપ્યા બાદ પ્રશાસને પગલાં લીધાં હતાં અને ડૉક્ટરને સસ્પેન્ડ કર્યો હતો.
ન નોકરી કરી શકશે, ન બિઝનેસ
આ હરકત કરીને ડૉક્ટરે મહારાષ્ટ્ર સિવિલ સર્વિસિસના નિયમોનો ભંગ કરવા ઉપરાંત દરદીની સુરક્ષા સામે જોખમ ઊભું કર્યું હતું તથા મેડિકલ ક્ષેત્રની શિસ્તતાનો પણ ભંગ કર્યો હતો. આ બધી વાતને ધ્યાનમાં રાખીને ડૉક્ટર વૈભવ મ્હસ્કેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ૧૫ દિવસની અંદર તેની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરીને ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી પૂરી કરવામાં આવશે. વૈભવ મ્હસ્કેને પિંપરી હેડક્વૉર્ટર્સ છોડવાની મનાઈ કરવામાં આવી છે. જ્યાં સુધી તેની વિરુદ્ધની કાર્યવાહી પૂરી ન થાય ત્યાં સુધી તે અન્ય કોઈ નોકરી કે બિઝનેસ નહીં કરી શકે.
