Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > વ્હીકલમાં હાઈ સિક્યૉરિટી રજિસ્ટ્રેશન પ્લેટ લગાવવાની ડેડલાઇન પાછી વધી

વ્હીકલમાં હાઈ સિક્યૉરિટી રજિસ્ટ્રેશન પ્લેટ લગાવવાની ડેડલાઇન પાછી વધી

Published : 15 May, 2026 07:31 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૧ જુલાઈથી આવી નંબર-પ્લેટ વગરનાં વાહનને ૧૦૦૦ રૂપિયા સુધીનો દંડ થશે

પ્રતાપ સરનાઇક

પ્રતાપ સરનાઇક


રાજ્યનાં બધાં જ વાહનોની સુરક્ષા માટે અને ગુનેગારી પર લગામ તાણવા માટે રાજ્ય સરકારે હાઈ સિક્યૉરિટી રજિસ્ટ્રેશન પ્લેટ (HSRP) બેસાડવાનો નિર્ણય લઈને વારંવાર એ બેસાડવા  માટે મુદત આપી હતી. છેલ્લે એ મુદત ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી હતી જે લંબાવીને હવે ૨૦૨૬ની ૩૦ જૂન કરવામાં આવી છે. એ મુદત ઘણી વાર લંબાવાઈ છે, હવે નહીં લંબાવવામાં આવે એવું સ્પષ્ટ નિવેદન રાજ્યના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પ્રતાપ સરનાઈકે આપ્યું છે. ૨૦૧૯ની ૧ એપ્રિલ પહેલાં જે વાહનો રજિસ્ટર થયાં છે એ વાહનોએ HSRP બેસાડવી ફરજિયાત છે. પ્રતાપ સરનાઈકે કહ્યું હતું કે ‘હજી પણ સમય છે, ૩૦ જૂન પહેલાં નંબરપ્લેટ ચેન્જ કરાવી લો. ૩૦ જૂન પછી એ માટે અમે વિશેષ ચકાસણી અભિયાન ચલાવવાના છીએ. ત્યાર બાદ નિયમોનું ઉલ્લંઘન કરીને HSRP ન બેસાડનાર વ્હીકલ-ઓનર્સને ૧૦૦૦ રૂપિયા સુધીનો દંડ થશે.’

પ્રતાપ સરનાઈકે જણાવ્યું હતું કે ‘વાહનચોરી રોકવા અને બનાવટી નંબરપ્લેટનો ઉપયોગ કરીને ગુનો આચરનારાઓ પર લગામ તાણવી એ આ HSRP લગાડવા પાછળનો મૂળ ઉદ્દેશ છે. HSRPને કારણે વાહનની આઇડેન્ટિટી વધુ સુરક્ષિત અને ટ્રાન્સપરન્ટ થશે.’ 


Whatsapp-channel Whatsapp-channel

15 May, 2026 07:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK