Maharashtra CM Oath Ceremony: 26 નવેમ્બર પહેલાં નવી સરકારનું ગઠન અથવા નવા મુખ્યમંત્રીઓનો શપથવિધિ કરવી જ જોઈએ એવું કોઈ બંધન નથી
દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે, અજીત પવારની ફાઇલ તસવીર
છેલ્લા થોડાક સમયથી મહારાષ્ટ્રનું રાજકારણ ચર્ચામાં આર્યુ છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતા જ એક પ્રશ્નનો ઉત્તર તો મળી ગયો કે રાજ્યમાં કોની સત્તા આવશે, મહાયુતિએ આ વખતે બાજી મારી હોવાનું પીકચર ક્લિયર થઈ ગયું છે. હવે પ્રશ્ન એ છે કે નવા મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીની શપથવિધિ (Maharashtra CM Oath Ceremony) ક્યારે થાય છે? આ વિષે ઘણીબધી તારીખો ચર્ચામાં આવી રહી છે. આ વચ્ચે હવે એવા અપડેટ સામે આવી રહ્યા છે કે એકનાથ શિંદે આજે પોતાના વિધાયકો સાથે સાંજે ૪ વાગ્યે બાંદ્રા સ્થિત તાજ હોટેલમાં બેઠક કરવાના છે. એવું પણ ચર્ચાઇ રહ્યું છે કે નવા મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી આવતીકાલે શપથ લઈ શકે છે. જોકે, કેબિનેટમાં કોણ મંત્રીઑ હશે અને તેમની શપથવિધિ ક્યારે ક્યારે થશે તે મુદ્દે કોઈ માહિતી સામે આવી નથી. આ સાથે જ કોણ મુખ્યમંત્રી બનશે તે વિષે પણ માહિતી સામેઆવી નથી.
તમને જણાવી દઈએ કે નવી સરકાર 25 નવેમ્બર સુધીમાં શપથ લેવાના લઈ શકે છે. કારણ કે 26 નવેમ્બરે વિદાય લઈ રહેલી વિધાનસભાની મુદત પૂરી થઈ રહી છે. આ સાથે જ એવા પણ અહેવાલ મળી રહ્યા હતા કે શપથવિધિ (Maharashtra CM Oath Ceremony)નો સમારોહ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થઈ શકે છે.
ADVERTISEMENT
અજીત પવારના નિવાસસ્થાને બેઠક થઈ
Maharashtra CM Oath Ceremony: મહાયુતિમાં રહેલા અજીત પવારની પાર્ટીએ પણ આજે બેઠક પૂર્ણ કરી હોવાના અહેવાલ છે. આજે એનસીપી પ્રમુખ અજિત પવારના સત્તાવાર નિવાસસ્થાને બેઠક પાર પડી. એવા પણ અહેવાલો છે કે ધારાસભ્યોએ અજિત પવારને એનસીપી ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુનીલ તટકરે, છગન ભુજબળ અને સંજય બંસોડ, સના મલિક, નવાબ મલિક સહિતના નેતાઓએ આ બેઠકમાં હાજરી આપી હતી.
આજે મોડી રાત બાદ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થશે?
તમને જણાવી દઈએ કે વિધાનસભાના સૂત્રોએ જણાવ્યું હતું કે 26 નવેમ્બર પહેલાં નવી સરકારનું ગઠન અથવા નવા મુખ્યમંત્રીઓનો શપથવિધિ કરવી જ જોઈએ એવું કોઈ બંધન નથી. જોકે, લોકોમાં આ વિમાસણ એ કારણોસર જન્મી હતી કારણકે ચાલી રહેલી વિધાનસભાનો કાર્યકાળ આવતીકાલે એટલે કે ૨૬ તારીખે પૂરો થઈ રહ્યો છે. આ જ કારણોસર રાજ્યમાં આજે મધ્યરાત્રિ બાદ રાષ્ટ્રપતિ શાસન લાગુ થશે એવી ચર્ચાઑ ચગી હતી પરંતુ તેની પર સૂત્રોએ ચોકડો મારી દીધો છે. જોકે, આ પહેલા પણ એવું બન્યું છે કે વિધાનસભાનો કાર્યકાળ પૂરો થઈ ગયો હોય અને પછી પણ સરકારની રચના થઈ ન હોય.
વિધાનસભાનો કાર્યકાળ 26 તારીકહે પૂરો થાય એ પહેલાં નવી સરકારની રચના (Maharashtra CM Oath Ceremony) કરી દેવામાં આવશે એવા એંધાણ વર્તાઇ રહ્યા છે. મહાયુતિને સર્વાધિક મત મળ્યા હોઈ કોઈ જ ઉતાવળ ન કરતાં ખૂબ વિચારીને નિર્ણય લેવામાં આવશે એવું જણાઈ રહ્યું છે!