જપાનમાં થોડા સમય પહેલાં ચહેરો જોઈને જ માંદગી વ્યક્ત થાય એવો મેકઅપ કરવાનો ટ્રેન્ડ ચાલ્યો હતો. તાજેતરમાં એનાથીયે વિયર્ડ ટ્રેન્ડ શરૂ થયો છે
અજબગજબ
ટીનેજર છોકરીઓ ચહેરા પર ગરમ ગુંદરથી આંસુનાં ટીપાંનો શેપ ચહેરા પર થ્રી ડાઇમેન્શનમાં બનાવે છે
જપાનમાં થોડા સમય પહેલાં ચહેરો જોઈને જ માંદગી વ્યક્ત થાય એવો મેકઅપ કરવાનો ટ્રેન્ડ ચાલ્યો હતો. તાજેતરમાં એનાથીયે વિયર્ડ ટ્રેન્ડ શરૂ થયો છે, આંખમાંથી મોટાં-મોટાં આંસુડાં સારવાનો. યંગ અને ટીનેજર છોકરીઓ ચહેરા પર ગરમ ગુંદરથી આંસુનાં ટીપાંનો શેપ ચહેરા પર થ્રી ડાઇમેન્શનમાં બનાવે છે. ગુંદર સહેજ ગરમ હોવાથી ત્વચા પર ચીટકી જાય છે. પહેલાં પ્લાસ્ટિક શીટ પર ગુંદરની ગનમાંથી આંસુનો શેપ બનાવવામાં આવે. એ ટીપું સેટ થઈને સહેજ ઠંડું પડે એટલે શીટ પરથી કાઢીને ચહેરા પર લગાવી દેવામાં આવે. ચહેરા પર એ ચીટકી રહે એ માટે આઇલેશિઝ લગાવવા માટે વપરાતો ગ્લુ યુઝ કરવામાં આવે. સહાનુભૂતિ મેળવવાના હેતુથી આ મેકઅપ-ટ્રેન્ડ શરૂ થયો છે, પણ ડર્મેટોલૉજિસ્ટ્સનું કહેવું છે કે એનાથી સ્મૂધ અને સિલ્કી સ્કિનને નુકસાન થઈ શકે છે.