Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રમાં હવાઈ મુસાફરી સસ્તી થઈ શકે

મહારાષ્ટ્રમાં હવાઈ મુસાફરી સસ્તી થઈ શકે

Published : 16 May, 2026 08:17 AM | Modified : 16 May, 2026 08:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સરકારે ઍરોપ્લેન ફ્યુઅલ પર VAT ૧૮થી ઘટાડીને ૭ ટકા કર્યો

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


મહારાષ્ટ્ર સરકારે ઍરલાઇન્સ કંપનીઓને મોટી રાહત આપતાં એવિયેશન ટર્બાઇન ફ્યુઅલ (ATF) એટલે કે વિમાનના ફ્યુઅલ પરના વૅલ્યુ ઍડેડ ટૅક્સ (VAT)માં ધરખમ ઘટાડો કર્યો છે. રાજ્યમાં વૅટનો દર ૧૮ ટકાથી ઘટાડીને હવે ૭ ટકા કરી દેવામાં આવ્યો છે. આ નવો દર ૧૫ મેથી આગામી છ મહિના સુધી અમલમાં રહેશે.

મહારાષ્ટ્ર વૅલ્યુ ઍડેડ ટૅક્સ ઍક્ટ ૨૦૦૨ હેઠળ લેવાયેલો આ નિર્ણય ૧૫ મેથી ૧૪ નવેમ્બર સુધી અમલી રહેશે. જો સરકાર આ સમયગાળાને લંબાવશે નહીં તો ત્યાર બાદ જૂનો ૧૮ ટકાનો દર ફરીથી લાગુ થઈ જશે.



VATમાં ૧૧ ટકાના ઘટાડાને કારણે ઍરલાઇન્સનો ફ્યુઅલનો ખર્ચ ઘટશે. ફ્યુઅલ સસ્તું થવાથી રાજ્યમાં ઍર કનેક્ટિવિટી સુધરવાની શક્યતા છે. જો ઍરલાઇન્સ આ ફાયદો મુસાફરો સુધી પહોંચાડે તો ઍર-ટિકિટના ભાવમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. VATમાં કરવામાં આવેલા આ ઘટાડાને કારણે રાજ્યની તિજોરીને અંદાજે ૬૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થશે. 


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2026 08:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK