સોશ્યલ મીડિયા પર જાહેરાતો કરીને વેચવામાં આવતું હતું : પ્રોડક્ટ પર મૅન્યુફૅક્ચરરનું નામ કે લાઇસન્સ નહોતું : બ્યુટી સલૂનમાંથી ૫૦૪૦ બૉટલનો જથ્થો પકડી પાડ્યો
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ADVERTISEMENT
આ બિઝનેસના માલિક યોગેશ ભગત પાસે આ આયુર્વેદિક પ્રોડક્ટ માટે જરૂરી મૅન્યુફૅક્ચરિંગ લાઇસન્સ કે અન્ય કોઈ કાનૂની પરવાનગી નહોતી. આ નકલી તેલ અસલમાં કોણ બનાવી રહ્યું હતું એ શોધવા માટે FDA દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને લોકોને સેફ, ક્વૉલિટીવાળા અને ભેળસેળરહિત ખાદ્ય પદાર્થો મળી શકે એ માટે સજાગ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા રાજ્યમાં એમના દરેકેદરેક કુલ ૭ વિભાગોમાં કાર્યવાહી કરવામાં આવી હતી. એમાં મીઠાઈ, દૂધની આઇટમો, ફરસાણ, ખાવાનું તેલ, હોટેલ, રેસ્ટોરાં અને કેટરર્સ તેમ જ ફૂડ-આઇટમ મૅન્યુફૅક્ચરર્સ, સ્ટૉકિસ્ટ અને રીટેલરની એસ્ટૅબ્લિશમેન્ટની ૪ અને પાંચ નવેમ્બરે ચકાસણી કરવામાં આવી હતી. આ કાર્યવાહી અંતર્ગત મુંબઈ, કોકણ, પુણે, છત્રપતિ સંભાજીનગર, નાગપુર અને અમરાવતી વિભાગમાં કુલ મળીને ૧૦૫ ફૂડ-લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં અને ૭ એસ્ટૅબ્લિશમેન્ટને ધંધો જ બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. એમાં બોરીવલી-વેસ્ટની રાજધાની બિરયાની સેન્ટરનો પણ સમાવેશ થતો હતો.
ચમકારા ૧૦૫ લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં. એમાં નાશિકમાં ૩૯, મુંબઈમાં ૨૮, અમરાવતીમાં ૧૫, છત્રપતિ સંભાજીનગરમાં બે અને થાણેમાં એક લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં.
૭ એસ્ટૅબ્લિશમેન્ટને ધંધો બંધ કરવાનો આદેશ અપાયો. એમાં પુણેમાં ૩, અમરાવતીમાં બે, મુંબઈ એક અને કોકણના એક એસ્ટૅબ્લિશમેન્ટનો સમાવેશ થતો હતો.
૬૯ એસ્ટૅબ્લિશમેન્ટમાંથી ૧,૩૫,૭૦,૦૯૮ રૂપિયાના ખાદ્ય પદાર્થો જપ્ત કરવામાં આવ્યા.
પ્રતિબંધિત ખાદ્ય પદાર્થો (ગુટકા)નો ૭,૯૬,૨૬૫ રૂપિયાનો સ્ટૉક જપ્ત કરવામાં આવ્યો. આ સંદર્ભે ૩ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) દાખલ કરીને બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી અને બે વાહનો પણ જપ્ત કરવામાં આવ્યાં હતાં.
