Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રને પહેલી વાર મળ્યા બ્લુ ફ્લૅગ બીચ : લાડઘર, ગુહાગર અને શ્રીવર્ધન બીચનો સમાવેશ

મહારાષ્ટ્રને પહેલી વાર મળ્યા બ્લુ ફ્લૅગ બીચ : લાડઘર, ગુહાગર અને શ્રીવર્ધન બીચનો સમાવેશ

Published : 12 November, 2026 07:33 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મહારાષ્ટ્રે પહેલી વાર વૈશ્વિક સ્તરે બ્લુ ફ્લૅગ ધરાવતા બીચની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મહારાષ્ટ્રના ત્રણ સમુદ્રકિનારાઓને ૨૦૨૬-’૨૭ની સીઝન માટે પ્રતિષ્ઠિત ઇન્ટરનૅશનલ બ્લુ ફ્લૅગ મળવાની જાહેરાત ઇન્ટરનૅશનલ બ્લુ ફ્લૅગ જ્યુરી દ્વારા કરવામાં આવી છે. આ સાથે મહારાષ્ટ્રે પહેલી વાર વૈશ્વિક સ્તરે બ્લુ ફ્લૅગ ધરાવતા બીચની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

આ આંતરરાષ્ટ્રીય સન્માન મેળવનારા ત્રણ કિનારાઓમાં રત્નાગિરિ જિલ્લાના લાડઘર અને ગુહાગર તેમ જ રાયગડ જિલ્લાના શ્રીવર્ધન બીચનો સમાવેશ થાય છે. આ બીચ પર્યાવરણ સંરક્ષણ, કિનારાની સ્વચ્છતા, પાણીની ગુણવત્તા, જૈવવિવિધતાનું રક્ષણ, પ્રવાસીઓની સુરક્ષા, પાયાની માળખાકીય સુવિધાઓ અને સસ્ટેનેબલ ટૂરિઝમ મૅનેજમેન્ટનાં કડક વૈશ્વિક ધોરણો પર ખરા ઊતર્યા છે.



૨૦૨૬-’૨૭ની સીઝન માટે સમગ્ર ભારતના કુલ બાવીસ બીચને બ્લુ ફ્લૅગ માન્યતા મળી છે જેમાં ૧૩ બીચનું રિન્યુઅલ કરવામાં આવ્યું છે અને ૯ નવા બીચ ઉમેરાયા છે.


આ ત્રણ નવા પસંદ થયેલા કિનારાઓ માટે બ્લુ ફ્લૅગ સીઝન ૧૫ નવેમ્બરથી શરૂ થશે. આ માટેના સત્તાવાર ઇન્ટરનૅશનલ બ્લુ ફ્લૅગ નેધરલૅન્ડ્સથી લાવવામાં આવી રહ્યા છે જે રાજ્યના પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગને સોંપવામાં આવશે. 


Whatsapp-channel Whatsapp-channel

12 November, 2026 07:33 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK