Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > હવે બ્લિન્કઇટમાં સ્ટોર કરેલાં શાકભાજી અને ફ્રૂટ્સમાં દેખાયા કૉક્રૉચ

હવે બ્લિન્કઇટમાં સ્ટોર કરેલાં શાકભાજી અને ફ્રૂટ્સમાં દેખાયા કૉક્રૉચ

Published : 11 August, 2026 07:16 AM | Modified : 11 August, 2026 08:17 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મલાડ-વેસ્ટના કાચપાડામાં આવેલા બ્લિન્કઇટના ગોડાઉન પર FDAની રેઇડમાં અસ્વચ્છતા અને શાકભાજી પર ફરતા કૉક્રૉચ સહિત અનેક ત્રુટિઓ જણાઈ આવી એને પગલે અેનું ફૂડ-લાઇસન્સ કૅન્સલ

બ્લિન્કઇટમાં રૅક પર ગોઠવેલાં ટમેટાં પર અને એની આસપાસ કૉક્રૉચ જોવા મળ્યા હતા, એક્સપાયર થઈ ગયેલાં અને પૅકેજિંગમાં તૂટફૂટ ધરાવતાં પૅકેજ્ડ ફૂડ પણ મળી આવ્યાં હતાં.

બ્લિન્કઇટમાં રૅક પર ગોઠવેલાં ટમેટાં પર અને એની આસપાસ કૉક્રૉચ જોવા મળ્યા હતા, એક્સપાયર થઈ ગયેલાં અને પૅકેજિંગમાં તૂટફૂટ ધરાવતાં પૅકેજ્ડ ફૂડ પણ મળી આવ્યાં હતાં.


ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન (FDA) કમિશનર તુકારામ મુંઢેના વડપણ હેઠળ હાલ ચાલી રહેલી કાર્યવાહીઓ અંતર્ગત ૭ ઑગસ્ટે મલાડ-વેસ્ટની રામચંદ્ર લેનમાં આવેલા  બ્લિન્ક કૉમર્સ લિમિટેડ (બ્લિન્કઇટ)ના ગોડાઉન પર FDAના ઑફિસરોની ટીમ પહોંચી ગઈ હતી અને ઇન્સ્પેક્શન કર્યું હતું. એ ઇન્સ્પેક્શનમાં અત્યંત અસ્વચ્છ પરિસ્થિતિ, ઘણા બધા કૉક્રૉચ, ખાદ્ય પદાર્થોનું અયોગ્ય સ્ટોરેજ, કાટ ખાધેલી રૅક્સ પર અને નીચે ફર્શ પર મુકાયેલાં શાકભાજી, કોલ્ડ સ્ટોરેજની અપૂરતી સ્વચ્છતા, એક્સપાયરી ડેટ વટાવી ચૂકેલા અને છેડછાડ કરેલાં પૅકેજ્ડ ફૂડનો સ્ટૉક અને નિયમોના ઉલ્લંઘન કરવા સહિતની અનેક ત્રુટિઓ મળી આવી હતી. સાથે જ શાકભાજી અને ફ્રૂટ્સ પર મોટા પ્રમાણમાં કૉક્રૉચ ફરી રહ્યા હતા એથી એ શાકભાજી અને ફ્રૂટ્સ બગડવાની શક્યતાઓ જણાતી હતી. એથી અેનું ફૂડ-લાઇસન્સ તાત્કાલિક અસર હેઠળ રદ કરવામાં આવ્યું હતું.

રાજ્યમાં ૭થી ૯ ઑગસ્ટ દરમ્યાન કરાયેલી કાર્યવાહી  
રાજ્યમાં ૧૩,૨૬,૬૪૦ રૂપિયાના ૧૪,૩૭૮ કિલો/લીટર દૂધનાં ઉત્પાદનો જપ્ત કરવામાં આવ્યાં. 
રાજ્યમાં પ્રતિબંધિત ગુટકા પાનમસાલાનો ૬૩,૨૦૬ રૂપિયાનો જથ્થો ઝડપી લઈ ૧૧ જણની ધરપકડ કરી ૮ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ નોંધવામાં આવ્યા.
અલગ-અલગ કાર્યવાહી હેઠળ કુલ મળીને ૨૮,૮૦,૨૩૬ રૂપિયાની બેકરી પ્રોડક્ટ્સ મસાલા, તેલ, અને અન્ય પદાર્થો (૧૮,૪૫૫ કિલો) જપ્ત કરાયા હતા. 
કુલ ૧૨ હોટેલ, રેસ્ટોરાં, ઢાબા પર કાર્યવાહી કરાઈ જેમાંથી ૮ને સુધારા કરવા નોટિસ આપવામાં આવી. અેકનું લાઇસન્સ રદ કરાયું. 
કુલ ૨૧ જગ્યાએ રેઇડ પાડી કાર્યવાહી કરવામાં આવી.


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2026 08:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK