ગણપતિની મૂર્તિઓના વિસર્જન નિમિત્તે ડોમ્બિવલીના મોઠાગામમાં આવેલા માણકોલી ફ્લાયઓવરને ચાર દિવસ માટે બંધ રાખવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
ગણપતિની મૂર્તિઓના વિસર્જન નિમિત્તે ડોમ્બિવલીના મોઠાગામમાં આવેલા માણકોલી ફ્લાયઓવરને ચાર દિવસ માટે બંધ રાખવામાં આવશે. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી કમિશનર પંકજ શિરસાટે આપેલી માહિતી મુજબ ૨૮ અને ૩૧ ઑગસ્ટ તેમ જ બીજી અને ૬ઠ્ઠી સપ્ટેમ્બરે વિસર્જન નિિમત્તે માણકોલી બ્રિજ બંધ રાખવામાં આવશે. વર્ષોથી રેતી બંદરની ખાડીમાં ગણપતિની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવે છે. એથી દોઢ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ અને અનંત ચતુર્દશીના દિવસે આ વિસ્તારમાં ભારે ભીડ જામે છે. ભાવિકોને વિસર્જન માટે જવામાં તકલીફ ન પડે એ માટે થાણે, મુંબઈથી આવતાં વાહનો અંજુર ફાટા-ભિવંડી બાયપાસ રોડ થઈને આગળ વધી શકશે. કલ્યાણ, અંબરનાથ, બદલાપુર, નવી મુંબઈ, ઠાકુર્લી અને ડોમ્બિવલી તરફથી આવતાં વાહનો દુર્ગાડી અને ગાંધાર બ્રિજનો રસ્તો લઈ શકશે. ડોમ્બિવલીથી રેતીબંદર રેલવે ગેટ થઈને આવતાં વાહનો દુર્ગાડી ચોકનો વૈકલ્પિક રસ્તો વાપરી શકશે.

