Manoj Jarange Patil Maratha Morcha: મરાઠા અનામત માટે દબાણ કરવા માટે મનોજ જરાંગે પાટીલ મુંબઈ પહોંચે તે પહેલા મુંબઈ પોલીસ એલર્ટ પર; આઝાદ મેદાનમાં ૧૦૦૦ પોલીસ અને CPRF તૈનાત કરવામાં આવ્યા છે
મુંબઈમાં વિરોધ પ્રદર્શન પહેલા મનોજ જરાંગે પાટીલ પુણે પહોંચ્યા તે સમયને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું (તસવીરઃ પીટીઆઇ)
મરાઠા સમુદાયને અનામત (Maratha Reservation) માટે દબાણ કરવા માટે મુંબઈ (Mumbai)થી આંદોલન શરૂ કરવા નીકળેલા કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલ (Manoj Jarange Patil) આજે પુણે (Pune) પહોંચ્યા છે. તે મુંબઈ પહોંચે તે પહેલા મુંબઈ પોલીસ (Mumbai Police)એ આઝાદ મેદાન (Azad Maidan)માં સુરક્ષામાં વધારો કર્યો છે અને ૧૦૦૦ પોલીસ તૈનાત કરવામાં આવ્યા છે.
એક્ટિવિસ્ટ મનોજ જરાંગે પાટીલ (Manoj Jarange Patil Maratha Morcha) આ અઠવાડિયાની શરૂઆતમાં જાલના (Jalna) જિલ્લાના અંતરવાલી સરતી (Antarwali Sarati) ગામથી મરાઠા અનામત માટે દબાણ કરવા માટે નીકળ્યા હતા. ગુરુવારે સવારે સેંકડો સમર્થકો સાથે પુણે જિલ્લાના શિવનેરી કિલ્લા (Shivneri Fort)ના પાયા પર પહોંચ્યા, અને મુંબઈ તરફ કૂચ ચાલુ રાખી, જ્યાં તેઓ નવેસરથી ભૂખ હડતાળ શરૂ કરવાની યોજના ધરાવે છે.
ADVERTISEMENT
ભારે લોકો આવવાની શક્યતા હોવાથી અને સંભવિત અશાંતિને ધ્યાનમાં રાખીને, મુંબઈ પોલીસ અને કેન્દ્રીય દળોએ સમગ્ર શહેરમાં સુરક્ષા વધારી દીધી છે. વિરોધ પ્રદર્શનના કદ અને પ્રકૃતિ પર કડક નિયંત્રણો લાગુ કર્યા છે. મુંબઈ પોલીસ સુરક્ષા માટે લગભગ ૧૦૦૦ કર્મચારીઓને તૈનાત કરશે.
સત્તાવાર આદેશો અનુસાર, મનોજ જરાંગે પાટીલ અને તેમના સમર્થકોને ૨૯ ઓગસ્ટના રોજ આઝાદ મેદાનમાં તેમનું આંદોલન કરવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ ફક્ત એક દિવસ માટે અને કડક શરતો હેઠળ. પ્રદર્શનને સવારે ૯ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મંજૂરી આપવામાં આવી છે. જેમાં ૫૦૦૦ વિરોધીઓની મર્યાદા છે. કોઈ કૂચ, સરઘસ અથવા માઇક્રોફોન અને લાઉડસ્પીકરનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. વાડી બંદર જંકશન (Wadi Bunder Junction)થી મુખ્ય આયોજકોને લઈને માત્ર પાંચ વાહનો જ વિરોધ સ્થળ પર જઈ શકશે, જ્યારે અન્ય તમામ વાહનો બહાર નિયુક્ત સ્થળોએ પાર્ક કરવા પડશે. સાંજે છ વાગ્યા પછી, પ્રદર્શનકારીઓએ મેદાન ખાલી કરવું પડશે.
મહારાષ્ટ્ર રાજ્ય સરકાર (Maharashtra Government)એ જોખમોથી વાકેફ, બેકચેનલ વાટાઘાટો શરૂ કરી છે અને પુણેમાંથી પસાર થતી વખતે જરાંગે સાથે બેઠક પણ બોલાવી છે. જોકે, તેમના અતૂટ વલણને કારણે તણાવ વધ્યો છે. મુંબઈમાં હજારો સમર્થકોની અપેક્ષા છે અને કડક પોલીસ બંદોબસ્ત હોવાથી, અધિકારીઓને ટ્રાફિક, જાહેર મેળાવડા અને સુરક્ષા વ્યવસ્થામાં વિક્ષેપ પડવાનો ભય છે. જેમ જેમ જરાંગેની કૂચ નાણાકીય રાજધાનીની નજીક આવી રહી છે તેમ સુરક્ષા વધારવામાં આવી છે. મુંબઈ એક એવા દિવસ માટે તૈયાર છે જ્યાં તણાવ વધશે જે સરકારના સંકલ્પ અને શહેરની વ્યવસ્થા જાળવવાની ક્ષમતા બંનેની કસોટી કરી શકે છે.
નોંધનીય છે કે, ૪૩ વર્ષીય કાર્યકર્તા મનોજ જરાંગે પાટીલ અન્ય પછાત વર્ગો (Other Backward Classes - OBC) શ્રેણી હેઠળ મરાઠાઓ માટે ૧૦ ટકા અનામતની માંગ કરી રહ્યા છે.

