Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > MBVV પોલીસે મીરા રોડના ડ્રગ્સ રૅકેટનું કનેક્શન તેલંગણમાંથી શોધી કાઢ્યું : ૨૦ કિલો ડ્રગ્સ સાથે ૧૮ આરોપીઓ પકડાય

MBVV પોલીસે મીરા રોડના ડ્રગ્સ રૅકેટનું કનેક્શન તેલંગણમાંથી શોધી કાઢ્યું : ૨૦ કિલો ડ્રગ્સ સાથે ૧૮ આરોપીઓ પકડાય

Published : 03 June, 2026 12:17 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મીરા-ભાઈંદર, વસઈ-વિરાર (MBVV) પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં મીરા રોડમાંથી બે કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું

મહારાષ્ટ્રના રાયગડ જિલ્લામાંથી અને હૈદરાબાદથી વધુ આરોપીઓની ધરપકડ અને પૂછપરછ બાદ પોલીસે તેલંગણમાં રેઇડ પાડી હતી

મહારાષ્ટ્રના રાયગડ જિલ્લામાંથી અને હૈદરાબાદથી વધુ આરોપીઓની ધરપકડ અને પૂછપરછ બાદ પોલીસે તેલંગણમાં રેઇડ પાડી હતી


મીરા-ભાઈંદર, વસઈ-વિરાર (MBVV) પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં મીરા રોડમાંથી બે કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું. આ રૅકેટનાં મૂળ ક્યાં સુધી ફેલાયેલાં છે એની કાર્યવાહી દરમ્યાન MBVV પોલીસને તેલંગણના ઝાહિરાબાદમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો છે. આ કેસના સંદર્ભે વિવિધ રાજ્યોમાં ચાલતા ગેરકાયદે ડ્રગ મૅન્યુફૅક્ચરિંગ યુનિટ પર રેઇડ પાડીને અત્યાર સુધીમાં કુલ ૨૦.૭૨ કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને ૧૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

MBVVના પોલીસ-કમિશનર નિકેત કૌશિકે જણાવ્યું હતું કે ‘ક્રાઇમ ડિટેક્શન બ્રાન્ચે ૪ એપ્રિલે મીરા રોડ વિસ્તારમાં એક ઘરમાં દરોડો પાડ્યો હતો, જેમાં ૨.૬૬ કરોડ રૂપિયાનું ૧.૩૨૪ કિલો ડ્રગ જપ્ત કરવામાં આવ્યું હતું. આ કેસમાં થાણે અને મુંબઈના મીરા રોડ, આગ્રીપાડા, માલવણી અને મનોરી વિસ્તારોમાંથી કુલ ૧૩.૬૫ કરોડ રૂપિયાનાં ડ્રગ્સ, કેમિકલ અને લૅબ સાધનો જપ્ત કરવામાં આવ્યાં છે.’



વધુ તપાસ કરતાં મહારાષ્ટ્રના રાયગડ જિલ્લામાંથી અને હૈદરાબાદથી વધુ આરોપીઓની ધરપકડ અને પૂછપરછ બાદ પોલીસે તેલંગણમાં રેઇડ પાડી હતી. ત્યાંથી ૩ કિલો MD, ૨૨૯૩ લીટર રસાયણો અને ૬.૨૨ કરોડ રૂપિયાનો કાચો માલ જપ્ત કર્યાં હતાં.vasai 


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2026 12:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK