Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એક જ ઇન્જેક્શનથી કૅન્સર મટાડવું શક્ય બનશે

એક જ ઇન્જેક્શનથી કૅન્સર મટાડવું શક્ય બનશે

Published : 29 May, 2026 09:58 AM | IST | Mumbai
Ritika Gondhalekar | feedbackgmd@mid-day.com

ભારત આગામી સમયમાં કૅન્સરની સારવાર માટેનું વૈશ્વિક હબ બની શકે છે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો જીન થેરપી માટે કાર્યરત મેડથેરપી બાયોટેક ફર્મે

મેડથેરપીના MD અને CEO ડૉ. બિકાશ વર્મા.  તસવીર : અતુલ કાંબળે

મેડથેરપીના MD અને CEO ડૉ. બિકાશ વર્મા. તસવીર : અતુલ કાંબળે


જીન બાયોટેક્નૉલૉજી કંપની મેડથેરપીએ જીન થેરપીના મૅન્યુફૅક્ચરિંગ માટે ભારતને વૈશ્વિક હબ બનાવવાનું સ્ટ્રૅટેજિક વિઝન રજૂ કર્યું છે, જેમાં ઇનોવેટિવ કૅન્સર ટ્રીટમેન્ટ CAR-T સેલ થેરપીના મહત્ત્વને સમજાવવામાં આવ્યું હતું. આ થેરપીને સૌપ્રથમ ૨૦૧૭માં અમેરિકાના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA) દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ત્યારથી એને ચોક્કસ પ્રકારના કૅન્સર માટેના ઇલાજ તરીકે જોવામાં આવે છે.

કંપનીએ જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સમાં હાથ ધરવામાં આવેલી પહેલા ફેઝની ટ્રાયલમાં કૅન્સરના દરદીઓમાં ખૂબ સારાં ક્લિનિકલ રિઝલ્ટ્સ જોવા મળ્યાં છે.



મેડથેરપીએ નોએડામાં એની ગ્લોબલ મૅન્યુફૅક્ચરિંગ ફૅસિલિટી ઊભી કરી છે અને કૅન્સરની સારવારના હેતુ સાથે જીન થેરપી માટે ભારતને એક મોટા મૅન્યુફૅક્ચરિંગ સેન્ટર તરીકે સ્થાપિત કરવાની યોજના પણ છે.


કંપની હવે ભારતમાં બીજા ફેઝની ટ્રાયલ શરૂ કરવાની તૈયારી કરી રહી છે.

મિડ-ડેએ મેડથેરપીના મૅનેજિંગ ડિરેક્ટર (MD) અને ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર (CEO) ડૉ. બિકાશ વર્મા સાથે વાત કરી હતી અને મહત્ત્વપૂર્ણ પ્રશ્નો પૂછ્યા હતા


  કૅન્સર માટેનો સંભવિત ઇલાજ શું છે?

જીન થેરપી શરીરના સામાન્ય ફંક્શનને રીસ્ટોર કરવા માટે જીન્સને રિપેર, રિપ્લેસ અથવા એન્હૅન્સ કરવા માટે જિનેટિક એન્જિનિયરિંગનો ઉપયોગ કરે છે. એનો સૌથી મોટો ફાયદો એ છે કે સારવારનો એક જ ડોઝ સંભવિતપણે રોગને મટાડી શકે છે.

ટૂંકમાં, માનવશરીરમાં કોષો હોય છે અને કોષોમાં જીન્સ હોય છે જે શરીરના સૌથી જટિલ ભાગોમાંના એક છે. માનવશરીરની અંદરની દરેક વસ્તુ, રોગોથી લઈને ફિઝિકલ ફીચર્સ જીન્સ દ્વારા નિયંત્રિત થાય છે. અમારી પ્રક્રિયામાં અમે ખામીયુક્ત જીન્સને ઓળખીને સિંગલ ઇન્જેક્શન વડે એને ટાર્ગેટ કરીએ છીએ. ત્યાંથી જ ટ્રીટમેન્ટ કામ કરવાનું શરૂ કરે છે.

 ખર્ચના પડકારો શું છે અને તમે એને પરવડે અવી કિંમતમાં આપવા માટે શું કરશો?

અત્યારે દરદીદીઠ ઉત્પાદનખર્ચ ઓછામાં ઓછો ૧૦ લાખ રૂપિયા છે. જોકે અમારો ઉદ્દેશ આ સારવાર માત્ર શ્રીમંત વર્ગ સુધી જ મર્યાદિત ન રહે એના માટે અમે પ્રયત્નશીલ છીએ.

મોટા ભાગનો ખર્ચ રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ (R&D)માં જાય છે કારણ કે દરેક થેરપી દરદીની જિનેટિક પ્રોફાઇલ અનુસાર વ્યક્તિગત રીતે ડિઝાઇન કરવી પડે છે એટલે મોટા પાયે ઉત્પાદન કરવું મુશ્કેલ છે. મોટા ભાગનો સમય અને નાણાં આ કારણસર જ ખર્ચાય છે. જોકે સતત રિસર્ચ અને મેડિકલ ફ્રૅટરનિટીના સહયોગથી કેટલાક કિસ્સામાં અમે ઉત્પાદનનો સમય અનેક મહિનાઓમાંથી ઘટાડીને માત્ર એક દિવસ કરી શક્યા છીએ. આ રીતે અમે ખર્ચ અને ઉત્પાદનનો સમય ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ એટલે આગામી વર્ષોમાં આ થેરપીને વધુ સસ્તી બનાવી શકાશે.

  ટ્રાયલની સ્થિતિ શું છે અને થેરપી વિકસાવવામાં સૌથી મોટો પડકાર કયો છે?

અમે અમેરિકામાં અમારી પહેલા ફેઝની ટ્રાયલ સફળતાપૂર્વક પૂરી કરી છે અને FDAની મંજૂરી પણ મેળવી છે. અમે ટૂંક સમયમાં ભારતમાં ફેઝ 2ની ટ્રાયલ શરૂ કરીશું, જેના માટે અમને ઓછામાં ઓછા ૫૦થી ૧૦૦ દરદીઓના સૅમ્પલ સાઇઝની જરૂર પડશે.

આ સ્પેશ્યલાઇઝડ ફીલ્ડમાં ટ્રેઇન્ડ મેડિકલ પ્રોફેશનલ્સની અછત એ આ ફીલ્ડનો સૌથી મોટો પડકાર છે. અત્યારે અમારી પાસે આ ક્ષેત્રે પૂરતા પ્રમાણમાં ટ્રેઇન્ડ લોકો નથી. અમે મેડિકલ કૉલેજો સાથે ટાઇ-અપ કર્યું છે જ્યાં અમેરિકાના નિષ્ણાતો ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલ્સને ટ્રેઇનિંગ આપે છે. આ સિવાય ઉત્પાદનનો સમય અને ખર્ચ ઘટાડવો એ બે મુખ્ય પડકારો છે જેના પર અમે સતત કામ કરી રહ્યા છીએ. 

- રિતિકા ગોંધળેકર

Whatsapp-channel Whatsapp-channel

29 May, 2026 09:58 AM IST | Mumbai | Ritika Gondhalekar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK