Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઍન્ટૉપ હિલમાં BJP અને શિવસેનાની ઑફિસ પર ફર્યું JCB

ઍન્ટૉપ હિલમાં BJP અને શિવસેનાની ઑફિસ પર ફર્યું JCB

Published : 19 November, 2026 09:12 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાર્યકરોએ ઊહાપોહ કર્યો, પણ કોર્ટના આદેશ મુજબ બન્ને પક્ષની ઑફિસ તોડી પાડવામાં આવી

BJP અને શિવસેનાની ઑફિસો તોડી પાડવામાં આવી ત્યાર પછીનું દૃશ્ય.

BJP અને શિવસેનાની ઑફિસો તોડી પાડવામાં આવી ત્યાર પછીનું દૃશ્ય.


બુધવારે ઍન્ટૉપ હિલમાં સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) તથા શિવસેનાની ઑફિસને તોડી પાડવામાં આવી હતી. બન્ને ઑફિસ પર JCB ફેરવવામાં આવ્યું ત્યારે ભારે પોલીસબંદોબસ્ત જોવા મળ્યો હતો. સ્થાનિક કાર્યકરો દ્વારા આ અતિક્રમણવિરોધી કાર્યવાહીનો વિરોધ કરીને પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. જોકે કોર્ટે આપેલા આદેશને પગલે બન્ને પક્ષની ઑફિસ તોડી પાડવામાં આવી હતી. જોકે કાર્યકરો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છતાં પોલીસ-અધિકારીઓએ કાયદો અને વ્યવસ્થા ન બગડે એની ખાતરી કરી પરિસ્થિતિને કાબૂમાં રાખી હતી. સત્તાધારી મહાયુતિના ઘટક પક્ષ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ની આ વિસ્તારમાં આવેલી ઑફિસને કાર્યવાહીમાંથી રાહત મળી હતી. કાર્યવાહી સામે NCP દ્વારા કોર્ટમાંથી સ્ટે-ઑર્ડર મેળવી લેવામાં આવ્યો હોવાથી એની ઑફિસ બચી ગઈ હતી, જ્યારે BJP અને શિવસેના પાસે કોર્ટનો સ્ટે-ઑર્ડર ન હોવાથી એમની ઑફિસ તોડી પાડવામાં આવી હતી. શિવસેના અને BJPના કાર્યકરોએ કાર્યવાહી સામે સવાલ ઊભો કરતાં કહ્યું હતું કે ‘જ્યારે આ જમીન બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની છે તો પછી ઑફિસોને તોડી પાડવાની કાર્યવાહી મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA) દ્વારા કેમ કરવામાં આવી?


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2026 09:12 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK