Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં ઈસ્ટર્ન-વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને ઍરપોર્ટને જોડવા ૩૧ કિલોમીટરના પાતાલલોક ટનલ નેટવર્કની યોજના

મુંબઈમાં ઈસ્ટર્ન-વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને ઍરપોર્ટને જોડવા ૩૧ કિલોમીટરના પાતાલલોક ટનલ નેટવર્કની યોજના

Published : 20 November, 2026 09:51 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

એક દિશામાં આશરે ૩૧ કિલોમીટરની લંબાઈ ધરાવતો આ પ્રોજેક્ટ શહેરના ઈસ્ટ અને વેસ્ટ ભાગો વચ્ચે સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે તેમ જ BKC અને ઍરપોર્ટ સુધી પહોંચવાનું વધુ સરળ બનાવશે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મુંબઈમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવાના મહત્ત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હેઠળ મહારાષ્ટ્ર સરકારે ગુરુવારે મુંબઈના ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે, ઍરપોર્ટ અને મુખ્ય બિઝનેસ ડિસ્ટ્રિક્ટ્સને જોડતા ૩૧ કિલોમીટરના પ્રસ્તાવિત ઇન્ટિગ્રેટેડ રોડ ટનલ નેટવર્કની સમીક્ષા કરી હતી. મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે યોજાયેલી બેઠકમાં પાતાલલોક નામની આ ઇન્ટિગ્રેટેડ રોડ ટનલ સિસ્ટમનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. આ સૂચિત ટનલ નેટવર્ક એન્ટ્રી અને એક્ઝિટ રૂટ દ્વારા બાંદરા-વરલી સી-લિન્ક, બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) ખાતેના બુલેટ ટ્રેન સ્ટેશન, ધારાવી, BKC, છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટના ટર્મિનલ 2, વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે અને ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને જોડશે. એક દિશામાં આશરે ૩૧ કિલોમીટરની લંબાઈ ધરાવતો આ પ્રોજેક્ટ શહેરના ઈસ્ટ અને વેસ્ટ ભાગો વચ્ચે સીધી કનેક્ટિવિટી પૂરી પાડશે તેમ જ BKC અને ઍરપોર્ટ સુધી પહોંચવાનું વધુ સરળ બનાવશે.


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2026 09:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK