ઘરમાં ઘૂસેલા વાનરે ફ્રિજ ખોલીને સામાન ખેદાનમેદાન કરી નાખ્યો
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
વસઈ-વેસ્ટમાં આવેલા વસઈ ક્લાસિક હાઇટ્સ નામના કૉમ્પ્લેક્સ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા ઘણા દિવસોથી જંગલમાંથી આવેલા વાંદરા આતંક મચાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. સોશ્યલ મીડિયામાં ગઈ કાલે એક વિડિયો વાઇરલ થયો હતો જેમાં એક ભૂખ્યો વાંદરો બિલ્ડિંગનાં પગથિયાંની રેલિંગ પર ચાલીને એક ઘરમાં ઘૂસ્યો હતો અને ફ્રિજ ખોલીને એમાંથી ખાવાની વસ્તુઓ શોધતો હતો. વાંદરાને ફ્રિજમાં કાંઈ ન મળતાં એણે બધો સામાન વેરવિખેર કરી નાખ્યો હતો અને એ પછી ભાગી ગયો હતો. સ્થાનિક લોકોએ વાંદરાને પકડવા માટેના પ્રયાસ કર્યા છે તેમ જ વન વિભાગને આતંક મચાવી રહેલા વાનરોને પકડવા માટેની વિનંતી કરી છે.