મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક માતા અને પુત્રી પાસેથી 25 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક માતા અને પુત્રી પાસેથી 25 કરોડ રૂપિયાનું ડ્રગ્સ મળી આવ્યું છે. બંને દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગના રહેવાસી છે અને તેમના વતનથી કતારના દોહા થઈને મુંબઈ આવ્યા છે. એરપોર્ટના કસ્ટમ વિભાગની ટીમે સૂટકેસની અંદરથી ડ્રગ્સ ઝડપી પાડ્યુ હતું.
માત -દિકરી બંને મુંબઈ આવવા અને અહીં સારવાર લેવાના બહાને આવ્યા હતા. કસ્ટમ વિભાગના જણાવ્યા અનુસાર, સૂટકેસમાં ખાસ પોલાણ બનાવીને કાળા રંગના પેકેટમાં 4.9 કિલો હેરોઇન ડ્રગ્સ છુપાવવામાં આવ્યું હતુ. મુંબઈ એરપોર્ટના કસ્ટમ વિભાગે એનડીપીએસ એક્ટ હેઠળ બંનેની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
કસ્ટમ સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મા-દીકરીઓને ડ્રગ માફિયા રેકેટ દ્વારા ડ્રગ્સની દાણચોરી માટે લાલચ આપવામાં આવી હતી. આ માટે તેમને 5,000 હજાર ડોલર આપવામાં આવ્યાં હતાં.
થોડા સમય પહેલા બંનેને એનડીપીએસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી કોર્ટે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. કસ્ટમ ઇન્ટેલિજન્સ વિંગ હવે શોધી કાઢી છે કે ડ્રગ્સનો આ જથ્થો કોને ભારતમાં પહોંચાડવાનો હતો અને આ ડ્રગ ગેમ ક્યારે ચાલી રહી છે? આ સાથે આ સિન્ડિકેટ સાથે સંકળાયેલા અન્ય લોકોની પણ શોધ કરવામાં આવી રહી છે.

