કેબલ-સ્ટેય્ડ બ્રિજ સેક્શનમાં બન્ને બાજુ ખાસ વિન્ડ-બૅરિયર હશે જેથી સુસવાટા મારતા પવનોથી સ્પીડમાં આવતાં વાહનોને સ્ટેબિલિટી મળે
મિસિંગ લિન્કના કેબલ-સ્ટેય્ડ બ્રિજ સેક્શનમાં વિન્ડ-બૅરિયર્સ ગોઠવવાનું કામ ચાલી રહ્યું છે.
statમુંબઈ-પુણે એક્સપ્રેસવે પર જતા મોટરિસ્ટોની સલામતીના એક મોટા સુધારામાં મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC)એ મુંબઈ-પુણે એક્સપ્રેસવે મિસિંગ લિન્ક પ્રોજેક્ટના વિશાળ કેબલ-સ્ટેય્ડ બ્રિજ સેક્શન પર વિન્ડ-બૅરિયર લગાવવાનું કામ શરૂ કર્યું છે. આ વિન્ડ-બૅરિયર બન્ને બાજુએ બહુ જ ઝડપથી ફૂંકાતા ક્રૉસવિન્ડ્સથી નાનાં વાહનો માટે બફર તરીકે કામ કરશે. ઊંડી ખીણને પાર કરતી વખતે ઝડપથી ફૂંકાતા પવાનોને લીધે કાર સ્કિડ થઈને બાજુમાં ખેંચાઈ શકે અથવા તો પલટી થવાનું પણ જોખમ ધરાવે છે એટલે વિન્ડ-બૅરિયર્સ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
MSRDCના જૉઇન્ટ મૅનેજિંગ ડિરેક્ટર રાજેશ પાટીલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ટાઇગર વૅલી પર ૬૫૦ મીટર લાંબો કેબલ-સ્ટેય્ડ બ્રિજ બહુ ઊંચાઈ પર છે. એમાં ૧૮૨ મીટરના વિશાળ થાંભલા છે જે કૉરિડોરને હાઈ વેલોસિટીવાળા પર્વતીય વાવાઝોડાથી સુરક્ષિત રાખે છે. જોકે અમે એવા કિસ્સા જોયા છે જ્યાં પવનની ગતિ થોડી જ મિનિટોમાં ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વધી શકે છે. આટલી ઊંચાઈ પર સુસવાટા મારતા ક્રૉસવિન્ડ્સ સ્પીડમાં ચાલતાં વાહનો માટે ગંભીર જોખમ ઊભું કરે છે જેને કારણે નાની કાર લેનમાંથી સ્કિડ થઈ શકે છે, ખેંચાઈ જાય છે અથવા તો પલટી પણ થઈ શકે છે.’
ADVERTISEMENT
આ વિન્ડ-બૅરિયરનું લગાવવાનું કામ પહેલેથી જ શરૂ થઈ ગયું છે એમ જણાવીને રાજેશ પાટીલે કહ્યું હતું કે આ બૅરિયર્સ ખાસ કરીને પવનની ગતિને રોકવા માટે બનાવવામાં આવ્યાં છે, જે અચાનક આવતા પવનના ધક્કાને ખાળશે અને ઘાટ પાર કરતા મોટરિસ્ટો માટે સંપૂર્ણ સ્ટેબિલિટી પૂરી પાડશે.
ગોરેગામ-મુલુંડ લિન્ક રોડના કામમાં અંતરાયરૂપ બનેલાં ૨૩૪ ગેરકાયદે બાંધકામ તોડી પડાયાં
મુંબઈના ઈસ્ટ અને વેસ્ટનાં સબર્બ્સને જોડતા ગોરેગામ–મુલુંડ લિન્ક રોડના કામમાં અંતરાયરૂપ બની રહેલાં ૨૩૪ ગેરકાયદે બાંધકામ ગઈ કાલે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના મુલુંડના T વૉર્ડના અતિક્રમણ વિભાગે તોડી પાડ્યાં હતાં. મુલુંડના અમરનગર, ખિંડીપાડાનાં ગેરકાયદે રેસિડેન્ટ્સ અને ગેરકાયદે કમર્શિયલ ગાળાનો એમાં સમાવેશ હતો. ગોરેગામ–મુલુંડ લિન્ક રોડ ૧૨.૨ કિલોમીટર લાંબો છે. એ રોડ ઉપરાંત એના કનેક્ટિંગ રોડનું કામ ૪ તબક્કામાં ચાલી રહ્યું છે જેમાં રોડ ટનલ અને બ્રિજ બનાવવામાં આવશે. મુલુંડના અમરનગર-ખિંડીપાડાનાં અંદાજે ૩૮૪ જેટલાં બાંધકામ આ રસ્તાના કામમાં અડચણરૂપ બની રહ્યાં હતાં. આમાંથી ૧૫૦ કમર્શિયલ અને રેસિડેન્ટ્સ ગયા અઠવાડિયે તોડી પડાયાં હતાં. ગઈ કાલે બીજાં ૨૩૪ બાંધકામો પર BMCનો હથોડો પડ્યો હતો.
