Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બાંદરા-ઈસ્ટને માહિમ સાથે જોડતા ફ્લાયઓવરનો પ્રોજેક્ટ થયો રિવાઇવ

બાંદરા-ઈસ્ટને માહિમ સાથે જોડતા ફ્લાયઓવરનો પ્રોજેક્ટ થયો રિવાઇવ

Published : 14 February, 2026 12:46 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે ૨૨૦.૧૭ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરના ટ્રાફિકને ઓછો કરવા બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ માહિમ અને બાંદરા-ઈસ્ટને જોડતો ફ્લાયઓવર બનાવવાની યોજના ફરી શરૂ કરી છે. અગાઉના પ્રયાસ નિષ્ફળ ગયા બાદ લાંબા સમયથી પડતર પ્રોજેક્ટ માટે BMCએ ફરી પાછાં ટેન્ડર મગાવ્યાં છે.

પ્રસ્તાવિત ફ્લાયઓવર માહિમ-વેસ્ટમાં સેનાપતિ બાપટ માર્ગ પર માછીમાર કૉલોનીને બાંદરા-ઈસ્ટ સાથે જોડશે, જે હાલમાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ભારે ટ્રાફિક જૅમનો સામનો કરતા વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગ પૂરો પાડશે.



આ પ્રોજેક્ટનો ખર્ચ અંદાજે ૨૨૦.૧૭ કરોડ રૂપિયા થવાનો અંદાજ છે. આ ફ્લાયઓવર એક કિલોમીટરથી વધુ લાંબો હશે અને માહિમ તથા બાંદરા-ઈસ્ટ વચ્ચેના હાલના રૂટ પર ટ્રાફિક ઓછો કરશે એવી અપેક્ષા છે. આ પહેલી વાર નથી જ્યારે BMCએ પ્રોજેક્ટને આગળ વધારવાનો પ્રયાસ કર્યો હોય. ૨૦૨૨માં બહાર પાડવામાં આવેલું ટેન્ડર ટેક્નિકલ ફૉલ્ટને કારણે પાછું ખેંચી લેવામાં આવ્યું હતું. જુલાઈ ૨૦૨૩માં બહાર પાડવામાં આવેલું બીજું ટેન્ડર કોઈ બિડ ન મળતાં આખરે રદ થયું હતું. બ્રિજ ડિપાર્ટમેન્ટે હવે ફરીથી ટેન્ડર ઇશ્યુ કર્યું છે અને આશા વ્યક્ત કરી છે કે આ વખતે કૉન્ટ્રૅક્ટરો આગળ આવશે.


આ પ્રોજેક્ટમાં મીઠી ચોક નજીકના ક્રૉસિંગ વિસ્તારનો સમાવેશ થાય છે અને એ માટે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન (CRZ)ના સત્તાવાળાઓ અને વન-વિભાગ તરફથી મંજૂરીની જરૂર પડશે. આ પરવાનગી મેળવવાની જવાબદારી નિયુક્ત કૉન્ટ્રૅક્ટની હશે એમ ટેન્ડરમાં જણાવાયું છે.


Whatsapp-channel Whatsapp-channel

14 February, 2026 12:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK