વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે ટ્રાફિક પોલીસ અધિકારીએ ટ્રકને ડાયવર્ઝન માર્ગ લેવા કહ્યું ત્યારે તેણે એવું કર્યું નહીં અને તે પછી જ્યારે ટ્રાફિક અધિકારી ટ્રકને ચલણ ફટકારવા માટે તેની નજીક આવ્યા ત્યારે ટ્રક શરૂઆતમાં રસ્તાની વચ્ચે રોકાઈ ગઈ હતી.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: X)
મુંબઈના દાદરમાં શિવસેના ભવન નજીક એક ટ્રક ચાલકે ટ્રાફિક પોલીસ અધિકારીને કચડી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. શુક્રવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં દુર્ઘટના જોવા મળી રહી છે. જ્યારે આ ઘટના બની તે ક્ષણનો આ વીડિયો રેકોર્ડ છે જ્યારે અધિકારી ભારે વાહન નીચે કચડાઈ જવાથી બચી ગયા હતા. આ ઘટના એવા સમયે બની હોવાનું કહેવાય છે જ્યારે રસ્તા પર લોકોની અને વાહનોની ભારે અવરજવર હતી. જ્યારે વિશ્વાસ બંડગર તરીકે ઓળખાતા ટ્રાફિક પોલીસ કર્મચારી દાદર વિસ્તારમાં ટ્રાફિકનું સંચાલન કરી રહ્યા હતા ત્યારે તેમના સાથે આ દુર્ઘટના થઈ હતી. અહેવાલો અનુસાર, બંડગરે રસ્તા પર એક ટ્રકને રોકી હતી અને તેના ડ્રાઇવરને વાહનોનો પ્રવાહ ઓછો કરવા માટે ડાયવર્ઝન માર્ગ લેવા કહ્યું હતું.
વાયરલ વીડિયો ભયાનક દ્રશ્યો જોવા મળ્યા
ADVERTISEMENT
વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે ટ્રાફિક પોલીસ અધિકારીએ ટ્રકને ડાયવર્ઝન માર્ગ લેવા કહ્યું ત્યારે તેણે એવું કર્યું નહીં અને તે પછી જ્યારે ટ્રાફિક અધિકારી ટ્રકને ચલણ ફટકારવા માટે તેની નજીક આવ્યા ત્યારે ટ્રક શરૂઆતમાં રસ્તાની વચ્ચે રોકાઈ ગઈ હતી. જોકે થોડીવાર પછી, ડ્રાઇવરે અચાનક તેને શરૂ કરી અને સીધી અધિકારી તરફ ચલાવવાનું શરૂ કર્યું.
ટ્રાફિક પોલીસને કોઈપણ ઈજા નહીં થઈ
વાયરલ ક્લિપમાં બતાવવામાં આવ્યું છે કે અધિકારી ઝડપથી સમયસર ટ્રક સામેથી હટી જાય છે અને તેઓ પ્લાઝા સિનેમા તરફ દોડી જતાં તેમનો જીવ બચી ગયો હતો. આ ઘટના ભયાનક હતી કારણ કે ડ્રાઇવરના બેદરકાર કૃત્યથી માત્ર ટ્રાફિક અધિકારીને જ જોખમ નહોતું પણ તેની સાથે ભીડભાડવાળા રસ્તા પર રાહદારીઓ અને વાહનચાલકો માટે પણ મોટી મુશ્કેલી ઊભી થઈ જાત. જોકે, અધિકારી સુરક્ષિત છે અને આ મુશ્કેલ પરિસ્થિતિ છતાં વિસ્તારમાં તેમણે વ્યવસ્થા જાળવી રાખી હતી.
ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા બાદ ટ્રક ડ્રાઈવરની ધરપકડ
ભાગી જવાના પ્રયાસ બાદ, ટ્રકને આગળ જતાં અટકાવવામાં આવી હતી અને ડ્રાઈવરને પકડી લેવામાં આવ્યો હતો. આ મામલે તાત્કાલિક કોઈ કાનૂની કાર્યવાહી અંગે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, જોકે તે મુંબઈમાં શું ખરેખર કાયદાનો ભય રહ્યો નથી? અને લોકોની સુરક્ષાનો પ્રશ્ન ઉપસસ્થિત કરવામાં આવી રહ્યો છે.
????? ?????? ????????? ?? ??? ???? ??????? ?????? ??????? ???? ???? ??????, ?????? | The officer escaped unharmed. The driver tried to flee the spot, but was later caught. pic.twitter.com/wlqYatnz9v
— MUMBAI NEWS (@Mumbaikhabar9) September 12, 2025
લાલબાગમાં પણ કાર બેફામ
મુંબઈના લાલબાગ વિસ્તારમાં મોડી રાત્રે એક દુ:ખદ હિટ એન્ડ રનની ઘટના બની. ઘાટકોપરના રહેવાસી સંતોષ નાનુ ગુપ્તા (37) એ ખૂબ જ ઝડપે વાહન ચલાવીને રસ્તાની બાજુના ફૂટપાથ પર સૂતેલા બે બાળકોને કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં બે વર્ષની બાળકીનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે તેનો 11 વર્ષનો ભાઈ ગંભીર રીતે ઘાયલ થયો છે. અકસ્માત બાદ આરોપી ડ્રાઈવર ત્યાંથી ભાગી ગયો હતો. કાલાચોકી પોલીસે કેસની તપાસ શરૂ કરી અને નજીકના સીસીટીવી ફૂટેજની મદદથી વાહનની શોધ કરવામાં આવી. આ પછી, પોલીસે સંતોષ ગુપ્તાની ધરપકડ કરી હતી, જોકે તેને જામીન આપવામાં આવ્યા.

