પ્રયાગરાજમાં યૂપીએસસીની તૈયારી કરનારા એક વિદ્યાર્થીએ સર્જિકલ બ્લેડથી પોતાનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો. હકીકતે આ યુવકને લાગતું હતું કે તે છોકરી છે. હાલ, હૉસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
પ્રતીકાત્મક તસવીર
પ્રયાગરાજમાં યૂપીએસસીની તૈયારી કરનારા એક વિદ્યાર્થીએ સર્જિકલ બ્લેડથી પોતાનો પ્રાઈવેટ પાર્ટ કાપી નાખ્યો. હકીકતે આ યુવકને લાગતું હતું કે તે છોકરી છે. હાલ, હૉસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં યૂપીએસસીની તૈયારી કરનારા એક વિદ્યાર્થીએ સર્જિકલ બ્લેડથી પોતાનું ગુપ્તાંગ કાપી દીધું. યુવકને લાગતું હતું કે તે શારીરિક રીતે ભલે છોકરો છે પણ તેને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે તે એક છોકરી છે. તેનું ચાલવાની રીત અને અવાજ પણ છોકરીઓ જેવો છે. એવામાં તેણે પોતાનું જેન્ડર બદલવા માટે આ ભયાનક પગલું ભર્યું. હાલ, હૉસ્પિટલમાં યુવકની સારવાર ચાલી રહી છે.
ADVERTISEMENT
અમેઠીનો આ યુવક પ્રયાગરાજમાં ભાડાના મકાનમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતો હતો. યુવકને લાગ્યું કે તેની ચાલવાની શૈલી છોકરી જેવી છે. તેનો અવાજ પણ એવો જ હતો. આવી સ્થિતિમાં તેણે કટરા ખાતે એક ડૉક્ટરની સલાહ લીધી. પછી ડૉક્ટરે કહ્યું કે જો તે પોતાની જાતથી સંતુષ્ટ ન હોય તો તે પોતાનું જેન્ડર બદલીને છોકરી બની શકે છે. આવી સ્થિતિમાં, યુવક ત્રણ દિવસ પહેલા એક મેડિકલ સ્ટોરમાંથી એક સર્જિકલ બ્લેડ અને એનેસ્થેસિયાનું ઇન્જેક્શન લઈ આવ્યો.
યુવકે ગૂગલ અને યુટ્યુબ પર આ વિશે સંશોધન કરવાનું શરૂ કર્યું. જ્યાં તેને સર્જરી વિશે માહિતી મળી. આ પછી તેણે પોતાને એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યું. પછી સર્જિકલ બ્લેડથી તેનો પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો. જ્યારે એનેસ્થેસિયાની અસર ઓછી થવા લાગી, ત્યારે યુવકની તબિયત બગડવા લાગી. તે રૂમમાં જ પીડાથી કણસવા લાગ્યો. માહિતી મળતાં જ મકાનમાલિક અને હોસ્ટેલના અન્ય યુવાનો રૂમમાં આવ્યા. યુવક રૂમમાં લોહીથી લથપથ હતો. તેને સ્વરૂપ રાણી નહેરુ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. હાલમાં યુવકની સ્થિતિ સ્થિર છે.
જ્યારે યુવકના પરિવારજનોને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા. યુવકની માતાએ કહ્યું કે તેનો દીકરો એવો નથી. કોઈએ તેને ગેરમાર્ગે દોર્યો છે. મહિલાએ તે ડૉક્ટર સામે પણ કાર્યવાહી કરવાની માગ કરી હતી જેણે યુવકને જેન્ડર બદલવાની સલાહ આપી હતી. બીજી તરફ, આ કેસમાં સર્જન ડૉ. સંતોષ સિંહે કહ્યું કે જો યુવકને સમયસર હોસ્પિટલમાં લાવવામાં ન આવ્યો હોત તો તેણે પોતાનો જીવ ગુમાવી દીધો હોવાની શક્યતા હતી.
યુવકે પોતે કહી આખી ઘટના
એસઆરએન હોસ્પિટલના સર્જિકલ વૉર્ડમાં દાખલ યુવકની સારવાર ચાલી રહી છે. યુવક કહે છે કે તે છોકરો નથી પણ છોકરી છે. પરંતુ કોઈએ તેની વાત સાંભળી નહીં. તેથી જ તેણે આવું પગલું ભર્યું. તે હવે છોકરી બનવા માગે છે. તેના મતે, જ્યારે તે 14 વર્ષનો હતો, ત્યારે તેને એવું લાગવા લાગ્યું કે તે છોકરી છે.
યુવક અમેઠી જિલ્લાનો રહેવાસી છે. તેના મતે, તેના માતાપિતાનો એકમાત્ર દીકરો હોવાથી, તે તેના પરિવારના સભ્યોને કંઈ કહી શકતો ન હતો. તે થોડા દિવસો માટે તેની કાકી સાથે રહ્યો. આ પછી, તે પ્રયાગરાજ ભણવા આવ્યો. તે શહેરમાં ભાડાના રૂમમાં રહેતો હતો અને UPSC પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો.
તે યુટ્યૂબ પર શોધતો હતો પોતાનું જેન્ડર બદલવાની રીત
તે યુટ્યુબ પર પોતાનું જેન્ડર બદલવા માટે સર્ચ કરતો હતો. યુવકે કટરા ખાતે એક ખોટા ડૉક્ટર ઝેનિથનો સંપર્ક કર્યો. તેની સલાહ પર, તેણે એક મેડિકલ સ્ટોરમાંથી એનેસ્થેસિયા ઇન્જેક્શન અને સર્જિકલ બ્લેડ ખરીદ્યું. પછી તેણે પોતે જ પોતાને ઇન્જેક્શન આપ્યું અને જ્યારે કમર નીચેનો ભાગ સુન્ન થઈ ગયો, ત્યારે તેણે પોતાના હાથે પોતાનો ગુપ્ત ભાગ કાપી નાખ્યો.
જ્યાં સુધી એનેસ્થેસિયા ઇન્જેક્શનની અસર રહી ત્યાં સુધી તે સામાન્ય સ્થિતિમાં હતો. પરંતુ એનેસ્થેસિયાની અસર સમાપ્ત થતાં જ તેને દુખાવો થવા લાગ્યો. જોકે, શરમને કારણે તે કોઈને કહેવા માંગતો ન હતો. યુવક લગભગ એક કલાક સુધી રૂમમાં દુખાવાની પીડા સહન કરતો રહ્યો. તેણે પેઇનકિલર પણ લીધી પરંતુ તેની કોઈ ખાસ અસર થઈ નહીં. બીજી તરફ, ફ્લોર પર લોહી વહેતું હતું. ત્યારબાદ મકાનમાલિકે એમ્બ્યુલન્સ બોલાવી અને તેને તેજ બહાદુર સપ્રુ બેલી હોસ્પિટલમાં લઈ ગયો. ત્યાં તેની ગંભીર હાલત જોઈને તેને સ્વરૂપ રાણી નેહરુ હોસ્પિટલ રેફર કરવામાં આવી.
હાલમાં, તેને SRN હોસ્પિટલમાં દાખલ કર્યા પછી, નિષ્ણાત ડૉક્ટરોની ટીમે સારવાર શરૂ કરી છે. યુવક કહે છે કે મને છોકરીઓમાં કોઈ રસ નથી. મને લાગે છે કે મારો અવાજ પણ છોકરી જેવો છે. મારી ચાલવાની શૈલી પણ છોકરી જેવી છે. હું મારું જેન્ડર બદલવા માગતો હતો, તેથી જ મેં મારા ગુપ્તાંગને કાપી નાખવાનું જોખમી પગલું ભર્યું.
રડી-રડીને માતાની સ્થિતિ બગડી
બીજી બાજુ, તેના પુત્રની આ હાલત જોઈને માતાના આંસુ અટકતા નથી. માતા પણ સંભાળ માટે હૉસ્પિટલ પહોંચી ગઈ છે. માતા વોર્ડમાં આવતા દરેક ડૉક્ટરને જોઈને હાથ જોડી રહી છે. તે ફક્ત એક જ વિનંતી કરી રહી છે કે તેના એકમાત્ર પુત્રને કોઈક રીતે પહેલા જેવો બનાવી દેવામાં આવે.
સર્જને કહ્યું આ...
SRN હોસ્પિટલના મીડિયા ઇન્ચાર્જ અને સિનિયર સર્જન સંતોષ સિંહ કે. એ જણાવ્યું હતું કે વિદ્યાર્થી જેન્ડર ડિસફોરિયાથી પીડાઈ રહ્યો છે. તેણે પોતાના હાથે પોતાનો ગુપ્તાંગ કાપી નાખ્યો હતો. જ્યારે તેને હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો ત્યારે તેના ગુપ્તાંગમાંથી ઘણું લોહી નીકળતું હતું. સર્જનના મતે, આ રોગમાં દર્દીને લાગે છે કે તે એક છોકરી છે, તેથી તે પરિવર્તન માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકે છે.
તેમણે કહ્યું કે જો વિદ્યાર્થી સમયસર હોસ્પિટલ ન પહોંચ્યો હોત, તો તેનું મૃત્યુ થવાની શક્યતા હતી.. વિદ્યાર્થીનું કાઉન્સેલિંગ કરવામાં આવશે અને તેનો અભિપ્રાય પણ લેવામાં આવશે. જો આમ છતાં તે હજુ પણ તેનું જેન્ડર બદલવા માગે છે, તો એક વર્ષની સારવાર અને હોર્મોનલ દવા લીધા પછી, તેનું જેન્ડર બદલવાની પ્રક્રિયા કરી શકાય છે.

