Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૮૦ ટકા મુંબઈ ૨૦૫૦ સુધીમાં જળમગ્ન થઈ જશે?

૮૦ ટકા મુંબઈ ૨૦૫૦ સુધીમાં જળમગ્ન થઈ જશે?

Published : 09 September, 2026 11:04 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દરિયાઈ સપાટીમાં થઈ રહ્યો છે ચિંતાજનક: દરિયાકાંઠો વધતા જોખમનો સામનો કરી રહ્યો હોવાથી BMCએ નવી ક્લાઇમેટ-રિસ્ક આકારણીનો આદેશ આપ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દરિયાઈ સપાટીમાં થઈ રહેલા વધારા સામે મુંબઈ શહેરની અપૂરતી તૈયારીનો નકશો તૈયાર કરવા માટે BMCએ પાંચ વર્ષમાં અેનું બીજી વાર ક્લાઇમેટ-રિસ્ક અસેસમેન્ટ હાથ ધર્યું છે જેમાં આ અભ્યાસ શહેરના ૧૪૯ કિલોમીટર લાંબા દરિયાકાંઠા, જોખમ હેઠળની વસ્તી, દરિયાકાંઠાના વિકાસ અને જમીનના વપરાશની બદલાતી પૅટર્નની તપાસ વિશેનાં સંશોધનો કરાશે. 
સદીના અંત સુધીમાં દરિયાઈ સપાટીમાં થનારા વધારાને કારણે મુંબઈ, કાયમી જળમગ્ન થવાના વધતા જોખમનો સામનો કરી શકે છે. આ પૃષ્ઠભૂમિ વચ્ચે, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ દરિયાઈ સપાટીના વધારા સામે શહેરની નબળાઈનો અભ્યાસ કરવા માટે એક નવી આકારણી હાથ ધરી છે.

BMC મુંબઈના ૧૪૯ કિલોમીટર લાંબા દરિયાકાંઠાના નબળા પટ્ટાઓની તપાસ કરશે, જોખમમાં મુકાયેલા વસવાટ ધરાવતા વિસ્તારોની ઓળખ કરશે અને જમીનના વપરાશ, દરિયાકાંઠાના વિકાસ અને આબોહવાની પૅટર્નમાં આવેલા ફેરફારોએ શહેરની નબળાઈને કેવી રીતે અસર કરી છે અેનું મૂલ્યાંકન કરશે. આ અહેવાલ આવતા વર્ષે તૈયાર થવાની ધારણા છે.



ક્લાઇમેટ-રિસ્ક અસેસમેન્ટની જરૂર કેમ જણાઈ?


આ નિર્ણય તાજેતરના યુનાઇટેડ નેશન્સ (UN)ના અહેવાલ પછી લેવામાં આવ્યો છે જેમાં ચેતવણી આપવામાં આવી હતી કે વર્ષ ૨૦૨૪માં વૈશ્વિક દરિયાઈ સપાટીમાં રેકૉર્ડ ૫.૯ મિલીમીટરનો વધારો થયો છે. જો ઉત્સર્જન ઘટાડવા માટે કડક પગલાં લેવામાં આવે તો વર્ષ ૨૧૦૦ સુધીમાં દરિયાઈ સપાટીમાં વધુ ૦.૫ મીટરનો વધારો થવાનો અંદાજ મુકાયો છે. વેસ્ટ એન્ટાર્કટિક આઇસ શિટની અસ્થિરતા ધરાવતા સૌથી ખરાબ સંજોગો હેઠળ, આ વધારો બે મીટર જેટલોધ પણ હોઈ શકે છે.

જુદા-જુદા અભ્યાસમાં મુંબઈની જમીન માટે કેવાં જોખમો દર્શાવાય છે?


છેલ્લાં પાંચ વર્ષમાં, મુંબઈના દરિયાકાંઠામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. પશ્ચિમ દરિયાકાંઠા પર કોસ્ટલ રોડ બન્યો છે જેમાં અરબી સમુદ્રની ૧૦૦ હેક્ટરથી વધુ જમીન પુરાણ કરવામાં આવી છે. પૂર્વ તરફ, વિકાસ માટે મીઠાના અગરોની જમીનો ઓળખવામાં આવી છે. એકંદરે જમીન-વપરાશની પૅટર્નમાં પણ ફેરફાર થયો છે. આ યોજનામાં એવો પણ અંદાજ મૂકવામાં આવ્યો હતો કે વર્ષ ૨૦૫૦ સુધીમાં મુંબઈના આઇલૅન્ડ સિટીનો ૮૦ ટકા હિસ્સો જળમગ્ન થઈ શકે છે.

Whatsapp-channel Whatsapp-channel

09 September, 2026 11:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK