Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભુલેશ્વરમાં ઈમારતમાં લાગી આગ: અગાશી પર ફસાયેલા રહેવાસીને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન

ભુલેશ્વરમાં ઈમારતમાં લાગી આગ: અગાશી પર ફસાયેલા રહેવાસીને બચાવવા રેસ્ક્યૂ ઓપરેશન

Published : 25 September, 2026 04:05 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Fire: દક્ષિણ મુંબઈના ભુલેશ્વર વિસ્તારમાં શુક્રવારે એક ચાર માળની ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઈલેક્ટ્રિક મીટર કેબિન અને બે દુકાનોમાં લેવલ-૧ની આગ ફાટી નીકળી હતી; અગાશી પર ફસાયેલી વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢવા માટે ત્વરિત બચાવ કામગીરી હાથ ધરાઈ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


દક્ષિણ મુંબઈ (South Bombay)ના ગીચ વસ્તી ધરાવતા ભુલેશ્વર (Bhuleshwar) વિસ્તારમાં શુક્રવારે બપોરે એક કોમર્શિયલ-કમ-રેસિડેન્શિયલ (વાણિજ્યિક અને રહેણાંક) ઈમારતમાં લેવલ-૧ની આગ ફાટી નીકળી (Mumbai Fire) હતી, જેના કારણે એક વ્યક્તિ ઈમારતની અગાશી એટલે કે ટેરેસ પર ફસાઈ ગઈ હતી. આગના બનાવની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડ (Mumbai Fire Brigade)ની ટીમ અને ઈમરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની શરુઅઅથ કરી હતી તેમજ રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

મુંબાદેવી મંદિર નજીક ગ્રાઉન્ડ ફ્લોર પર આગ ફાટી નીકળી



બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (Brihanmumbai Municipal Corporation) ના અધિકારીઓ અનુસાર, આ ઘટના શુક્રવારે બપોરે આશરે ૧:૧૫ વાગ્યે ભુલેશ્વરમાં આવેલા ઐતિહાસિક મુંબાદેવી મંદિર (Mumbadevi Mandir) નજીકના મુંબા દેવી રોડ (Mumba Devi Road) પર સ્થિત `ભૈરુમલ હાઉસ` (Bhairumal House) નામના મકાનમાં બની હતી. આ ચાર માળની ઈમારતમાં નીચેના માળે દુકાનો અને ઉપરના માળે રહેણાંક મકાનો આવેલા છે.


પાલિકા (BMC) ના સત્તાવાળાઓએ પુષ્ટિ કરી છે કે, આગ ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ઈલેક્ટ્રિક મીટર કેબિનમાં શરૂ થઈ હતી અને ઝડપથી નજીકની બે દુકાનો (ગાળા)માં પ્રસરી ગઈ હતી. વાયરિંગમાં લાગેલી આગના કારણે ધુમાડાના ગોટેગોટા સીડીઓ અને લોબીમાં ફરી વળ્યા હતા, જેના કારણે અંદર રહેલા લોકો માટે બહાર નીકળવાના મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા હતા.

રાહત અને બચાવ કામગીરી ઝડપી કરાઈ


ઘટનાની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડે ગીચ વિસ્તારમાં ફાયર એન્જિન, વોટર ટેન્કર અને વિશેષ બચાવ સાધનો રવાના કર્યા હતા. સ્થાનિક પોલીસ (Mumbai Police), મ્યુનિસિપલ વોર્ડનો સ્ટાફ અને ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓએ સાંકડી ગલીઓને કોર્ડન કરી ઈમરજન્સી વાહનો માટે રસ્તો સરળ બનાવ્યો હતો.

આગ ગ્રાઉન્ડ ફ્લોર પૂરતી મર્યાદિત હતી, પરંતુ ધુમાડો ઉપરના માળ સુધી પહોંચી જતાં એક વ્યક્તિએ અગાશી પર આશરો લીધો હતો. ફાયર ફાઈટર્સે તાત્કાલિક ટેરેસ પર ફસાયેલી આ વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢવા માટે લક્ષિત બચાવ કામગીરી શરૂ કરી હતી.

આગની દુઘટનામાં કોઈ જાનહાનિ નહીં, તપાસ શરૂ

બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC) ના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિ કે ઈજાના સમાચાર નથી. અગ્નિશામક દળે (Mumbai Fire Brigade) આગને આસપાસની અન્ય ગીચ દુકાનો સુધી પ્રસરતા અટકાવી દીધી હતી.

પ્રારંભિક તપાસ મુજબ, મીટર કેબિનમાં ઈલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આ બિલ્ડિંગમાં આગ લાગી હોવાનું માનવામાં આવે છે. અત્યારે ટેકનિશિયનો અને પાલિકાના ઈન્સ્પેક્ટરો દુર્ઘટના સ્થળ પર હાજર રહીને વીજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈમારતની સુરક્ષા તપાસી રહ્યા છે.

આગની આ દુર્ઘટનાને મામલે વધુ તપાસ અત્યારે ચાલી રહી છે.

Whatsapp-channel Whatsapp-channel

25 September, 2026 04:05 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK