Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈચા રાજાની મૂર્તિનું ૯૯મા વર્ષે પહેલી વાર થશે છીછરા દરિયાકિનારાને બદલે સમુદ્રમાં દૂર ઊંડા પાણીમાં વિસર્જન

મુંબઈચા રાજાની મૂર્તિનું ૯૯મા વર્ષે પહેલી વાર થશે છીછરા દરિયાકિનારાને બદલે સમુદ્રમાં દૂર ઊંડા પાણીમાં વિસર્જન

Published : 25 September, 2026 08:27 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મુંબઈચા રાજાની વિસર્જનયાત્રા આજે સવારે ૭ વાગ્યે છેલ્લી મહાઆરતી બાદ શરૂ થશે

આ ખાસ બાર્જ મૂર્તિના વજન અને કદને ધ્યાનમાં રાખીને વિસર્જનની લૉજિસ્ટિક્સ જરૂરિયાતો સરળતાથી પૂરી કરશે. મંડળના હોદ્દેદારોએ બાર્જનું વિધિવત્ પૂજન સંપન્ન કર્યું હતું.

આ ખાસ બાર્જ મૂર્તિના વજન અને કદને ધ્યાનમાં રાખીને વિસર્જનની લૉજિસ્ટિક્સ જરૂરિયાતો સરળતાથી પૂરી કરશે. મંડળના હોદ્દેદારોએ બાર્જનું વિધિવત્ પૂજન સંપન્ન કર્યું હતું.


મુંબઈના સુપ્રસિદ્ધ ગણેશોત્સવમાં આ વર્ષે લાલબાગની ગણેશગલીના ‘મુંબઈચા રાજા’ એક નવો અધ્યાય ઉમેરવા જઈ રહ્યા છે. મંડળ પોતાના ૯૯મા વર્ષની ઉજવણી કરી રહ્યું છે ત્યારે એણે બાવીસ ફુટની વિશાળ ગણપતિની પ્રતિમાના વિસર્જન માટે પહેલી વાર એક અનોખી પહેલ કરી છે. એક અદ્યતન, આધુનિક બાર્જ એટલે કે તરાપાની મદદથી ગણપતિબાપ્પાની મૂર્તિને સમુદ્રમાં દૂર સુધી લઈ જઈને ઊંડા પાણીમાં વિસર્જિત કરવામાં આવશે.
મુંબઈચા રાજાની વિસર્જનયાત્રા આજે સવારે ૭ વાગ્યે છેલ્લી મહાઆરતી બાદ શરૂ થશે. આ શોભાયાત્રા લાલબાગથી નીકળીને એના પરંપરાગત માર્ગે થઈને ગિરગાંવ ચોપાટી પહોંચશે જ્યાં આ ઐતિહાસિક વિસર્જનની વિધિ હાથ ધરાશે. 

આવતી કાલે સવારે ૧૦ વાગ્યે લાલબાગચા રાજાને વિદાય આપવામાં આવશે




લાલબાગચા રાજા સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ...
 આજે સવારે ૧૦ વાગ્યે રાજાની વિધિવત‍્ પૂજા કરવામાં આવશે.
 ઉત્તર પૂજા બાદ બપોરે ૧૨ વાગ્યે શાહી વિસર્જનયાત્રાની શરૂઆત થશે.  
 બપોરે ૧ વાગ્યે લાલાબાગચા રાજા મુખ્ય પ્રવેશદ્વાર પર પહોંચશે. 
 વરદીમાં માણસ ઊભો છે એટલે ગિરદીમાં ઉત્સવ ઊજવી શકાય છે એવી ભાવના સાથે મુંબઈ પોલીસને સલામી આપવામાં આવશે.
 લાલબાગ માર્કેટમાંથી વિસર્જનયાત્રા આગળ વધશે.
 એ પછી ભારતમાતા સિનેમા, લાલબાગ પોલીસચોકી, ફરી લાલબાગચા રાજા મુખ્ય પ્રવેશદ્વાર, શ્રોફ બિલ્ડિંગ (જ્યાં તેમના પર પુષ્પવૃિષ્ટ થશે), ચિંચપોકળી બ્રિજ, ભાયખલા રેલવે-સ્ટેશન, હિન્દુસ્તાન મસ્જિદ, મુંબઈ ફાયરબ્રિગેડ હેડક્વૉર્ટર, (મુંબઈ ફાયરબ્રિગેડ દ્વારા સાઇરન વગાડીને સલામી આપવામાં આવશે), ખડા પારસી, બે ટાંકી (જ્યાં મુસ્લિમ બિરાદરો દ્વારા બાપ્પાને હાર અર્પણ કરવામાં આવશે), કુંભારવાડા, સુતાર ગલી, માધવબાગ, વી.પી. રોડ, પ્રાર્થના સમાજ થઈને ગિરગામ ચોપાટી પહોંચશે. 
 શનિવારે સવારે ૧૦ વાગ્યે તરાપા પર બેસાડી રાજાને વિદાય આપવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2026 08:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK