મુંબઇમાં છેલ્લા કેટલાક દિવસોમાં મૃત્યુ નો આંકડો 30થી ઓછો થઈ ગયો છે. આ પહેલા દેવેન્દ્ર ફડણવીસે નગરપાલિકા અને મહારાષ્ટ્ર સરકાર પર મરણાંક છુપાવવાનો આરોપ મૂક્યો હતો.
તસવીર સૌજન્ય મિડ-ડે
મુંબઇમાં કોરોનાવાયરસથી થનારા મૃત્યુને છુપાવવામાં આવતા નથી અને આગળ પણ એવું નહીં થાય, મેયર કિશોરી પેડણેકરે ગુરુવારે આ દાવો કર્યો. પેડણેકરે ભાજપ શાસિત ઉત્તરપ્રદેશ અને બિહારમાં નદીમાં તરતા મળેલા મૃતદેહોની ઘટનાને લઈને નિશાનો સાધતા કહ્યું કે, "અમારે ત્યારે મૃતદેહો ફેંકવા માટે નદીઓ નથી." પેડણેકરનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બિહારમાં કોરોના વાયરસ સંક્રમણને કારણે મરણાકમાં બુધવારે રાજ્યના સ્વાસ્થ્ય વિભાગે સંશોધન કર્યું જેમાં આ મહામારીને કારણે મૃત્યુ પામનારાની સંખ્યા વધીને 9429 થઈ ગઈ છે જે મંગળવારે 5458 હતી.
મહામારીથી ખરાબ રીતે પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં કોવિડ-19ના નવા કેસ સતત ઘટી રહ્યા છે અને કોવિડને કારણે થનારા મૃત્યુમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. મુંબઇમાં છેલ્લા કેટલાક દિવસોમાં મૃત્યુ નો આંકડો 30થી ઓછો થઈ ગયો છે. આ પહેલા દેવેન્દ્ર ફડણવીસે નગરપાલિકા અને મહારાષ્ટ્ર સરકાર પર મરણાંક છુપાવવાનો આરોપ મૂક્યો હતો.
ADVERTISEMENT
મેમાં ઉત્તર પ્રદેશ અને બિહારમાં નદીમાં મળ્યા મૃતદેહો
મેમાં, ઉત્તર પ્રદેશ અને બિહારમાં નદીમાં મૃતદેહો તરતા મળ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મૃત્યુ કોવિડને કારણે થયા હતા અને તેમને નદીમાં ફેંકી દેવામાં આવ્યા હતા, 17 મેના કેન્દ્રએ ઉત્તર પ્રદેશ અને બિહારને નિર્દેશ આપ્યા હતા કે ગંગા કે અન્ય કોઇક નદીમાં મૃતદેહો ફેંકવાથી બચવું. સાથે જ કેન્દ્રએ મીડિયા રિપૉર્ટને `અનિચ્છનીય અને જોખમી` જણાવી હતી.

