સ્કૉર્ચર્સે ક્વૉલિફાયર ટૂમાં ગઈ કાલે અમ્પાયર્સ વૉરિયર્સ સામેની સેકન્ડ લાસ્ટ બૉલમાં બે વિકેટથી રોમાંચક અને થ્રિલર જીત મેળવીને ફાઇનલની ટિકિટ મેળવી હતી.
ટી. કે. રુબી VPL-T20 2026
શ્રી વાગડ કલા કેન્દ્ર દ્વારા આયોજિત ટી. કે. રુબી VPL-T20 2026માં ફાઇનલ જંગનો તખ્તો ગોઠવાઈ ગયો છે. લીગ રાઉન્ડના અંતે ટૉપમાં રહેલી બે ટીમો, નંબર વન સ્કૉર્ચર્સ અને નંબર ટૂ વિમલ વિક્ટર્સ વચ્ચે આ સીઝનના શહેનશાહ બનવા માટે જોરદાર જંગ જામશે. ક્વૉલિફાયર વનમાં આ બન્ને ટીમો વચ્ચે મુકાબલો થયો હતો જેમાં વિમલ વિક્ટર્સે સુપરઓવરમાં જીત મેળવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. સ્કૉર્ચર્સે ક્વૉલિફાયર ટૂમાં ગઈ કાલે અમ્પાયર્સ વૉરિયર્સ સામેની સેકન્ડ લાસ્ટ બૉલમાં બે વિકેટથી રોમાંચક અને થ્રિલર જીત મેળવીને ફાઇનલની ટિકિટ મેળવી હતી. ફાઇનલ મૅચ રવિવારે ૨૨ માર્ચે સાંજે પાંચ વાગ્યાથી સાંતાક્રુઝ-ઈસ્ટના વાકોલામાં આવેલા ઍર ઇન્ડિયા ગ્રાઉન્ડમાં રમાશે.
હાઇએસ્ટ રન માટે મળતી ઑરેન્જ કૅપની રેસમાં અમ્પાયર્સ વૉરિયર્સનો પવન રીટા ૨૪૨ રન સાથે સૌથી આગળ છે. જોકે તેની ટીમ ગઈ કાલે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે. વિમલ વિક્ટર્સનો અભિષેક ફરિયા (૨૩૬ રન) અને સ્કૉર્ચર્સનો રોમલ ગડા (૨૩૨ રન) ફાઇનલમાં કમાલ કરીને ઑરેન્જ કૅપ મેળવી શકે છે, જ્યારે સૌથી વધુ વિકેટ માટે મળતી પર્પલ કૅપ માટે સ્કૉર્ચર્સનો દીપેશ ગિન્દરા ૧૪ વિકેટ સાથે ટૉપ પર છે, પણ તેણે રવિવારે વિમલ વિક્ટર્સના ચિરાગ નિશર (૧૩ વિકેટ) સામે સ્પર્ધા કરવી પડશે.
ADVERTISEMENT
ક્વૉલિફાયર ટૂ : અમ્પાયર્સ વૉરિયર્સ (૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૪૭ રન – પવન રીટા ૩૬ બૉલમાં બાવન, જૈનમ ગડા ૨૧ બૉલમાં ૨૯ અને ધર્મેશ છેડા ૨૩ બૉલમાં ૨૪ રન. મેહુલ ગાલા અને દીપેશ ગિન્દરા બે-બે તથા પલક સાવલા એક વિકેટ) સામે સ્કૉર્ચર્સ (૧૯.૫ ઓવરમાં ૮ વિકેટે ૧૪૮ રન – ધવલ ગડા ૩૪ બૉલમાં ૪૭, પલક સાવલા ૨૨ બૉલમાં ૩૧ અને રોમલ ગડા ૨૯ બૉલમાં ૩૧ રન. કાર્તિક ગડા ૩ તથા ધૈર્ય છેડા, હાર્દિક ગડા અને રસિક સતરા એક-એક વિકેટ)નો બે વિકેટે વિજય. મૅન ઑફ ધ મૅચ : સ્કૉર્ચર્સનો ધવલ ગડા (૩૪ બૉલમાં અણનમ ૪૭ રન અને એક સ્ટમ્પિંગ).
