મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક મકાનમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ થતાં પાંચ મકાનો ધરાશાયી (Mumbai Houses Collapsed)થયા હતા. ઘટનાસ્થળ પરથી 11 વ્યક્તિઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યાં છે.
મકાન ધારાશાયીની પ્રતિકાત્મક તસવીર
Mumbai Houses Collapsed: બુધવારે સવારે મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક મકાનમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ થતાં પાંચ મકાનો ધરાશાયી (Mumbai Houses Collapsed)થયા હતા. પીટીઆઈના અહેવાલ મુજબ અધિકારીઓ દ્વારા સ્થળ પર 11 વ્યક્તિઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યાં છે.અહેવાલમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે નાગરિક અધિકારીઓએ સંખ્યાનો ઉલ્લેખ કર્યા વિના જણાવ્યું હતું કે આ ઘટના દરમિયાન કેટલાક લોકોને ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બુધવારે સવારે લગભગ 7.50 વાગ્યે ચેમ્બુરમાં ગોલ્ફ ક્લબ પાસે ઓલ્ડ બેરેકમાં બની હતી.
એક નાગરિક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે ચેમ્બુર વિસ્ફોટને કારણે નોંધપાત્ર નુકસાન થયું હતું અને તેના પરિણામે લગભગ ચારથી પાંચ બે માળની ઇમારતો પડી ગઈ હતી. કાટમાળમાંથી બહાર કાઢવામાં આવેલા 11 લોકોમાંથી ચાર લોકોને તબીબી સારવાર માટે ગોવંડીની નાગરિક સંચાલિત શતાબ્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, એમ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું.
ADVERTISEMENT
ફાયર બ્રિગેડ, પોલીસ, નાગરિક કર્મચારીઓ, એમ્બ્યુલન્સ સેવાઓ અને અન્ય એજન્સીઓને ગેસ સિલિન્ડરના વિસ્ફોટ અને ત્યારબાદ મકાન ધરાશાયી થવાના પરિણામોનું સંચાલન કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યા હતાં.
તાજેતરમાં બાન્દ્રામાં પણ આવી જ એક ઘટના બની હતી. બાંદ્રામાં ગેસ સિલિન્ડર વિસ્ફોટને પગલે આગ ફાટી નીકળી હતી; આ ઘટનામાં આઠ લોકો ઘાયલ થયા હતા. અહેવાલ મુજબ, આ ઘટના સવારે 6.20 વાગ્યે ફિટર ગલીના ગઝધર બેન્ડ રોડ પર બની હતી. ફાયર ફાયટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સવારે 6.40 વાગ્યા સુધીમાં આગ પર કાબુ મેળવ્યો હતો.
અહેવાલ મુજબ, આગ ઉપલા માળ સાથે ગ્રાઉન્ડ ફ્લોર પર સુધી મર્યાદિત હતી અને તે મુખ્યત્વે ઇલેક્ટ્રિક વાયરિંગ, ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશન અને કપડાંના સ્ટોકને અસર થઈ હતી.
બાંદ્રા ભાભા હોસ્પિટલના આસિસ્ટન્ટ મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું કે, 53 વર્ષનો નિખિલ દાસ આ ઘટનામાં 35 દાઝી ગયો હતો, જ્યારે રાકેશ શર્મા( 38 વર્ષનો) અને શાન અલી ઝાકિર અલી સિદ્દીકી (31) બંને દાઝી ગયા હતા. આ દરમિયાન અન્ય બે - એન્થોની પોલ થેંગલ (65) અને કાલીચરણ માજીલાલ કનોજીયા (54) પણ દાઝી ગયા હતા. 50 વર્ષની ઉંમરના સમશેરનો ચહેરો દાઝી ગયો હતો જ્યારે 32 વર્ષની સંગીતાને નાની ઈજાઓ માટે ઓર્થોપેડિક વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી.