અધિકારીએ જણાવ્યું હતું કે ગુરુવારે ભારતીય ન્યાય સંહિતા અને રેલવે એક્ટ હેઠળ જીવનને જોખમમાં મૂકતા કૃત્ય અને અન્ય ગુનાઓ માટે કેસ નોંધવામાં આવ્યો હતો. અધિકારીએ ઉમેર્યું કે ઘટનાની તપાસ ચાલી રહી છે અને આ ઘટનામાં સંડોવાયેલા શંકાસ્પદને પકડવાના પ્રયાસો શરૂ.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશભરમાંથી રેલવે ટ્રેક પર પથ્થર મૂકવામાં આવવાની અનેક ઘટનાઓ સામે આવી છે. ટ્રેક પર પથ્થર મૂકી મોટો રેલ અકસ્માત સર્જવાનો અસમાજિક તત્વોનો પ્રયાસ હોય છે. તાજેતરમાં એવી જ રીતે મુંબઈની લાઈફ લાઇન ગણાવી લોકલ ટ્રેન અને લોકોને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યાની ઘટના સામે આવી છે.
થાણે અને કલવા સ્ટેશનો વચ્ચે રેલવે ટ્રેક પર પથ્થર મૂકવા બદલ એક અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધવામાં આવ્યો છે, એમ એક પોલીસ અધિકારીએ શુક્રવારે પીટીઆઈને જણાવ્યું હતું. થાણે રેલવે પોલીસ સ્ટેશનના અધિકારીએ શુક્રવારે જણાવ્યું હતું કે ડાઉન લાઇન પરથી ફૉલિંગ પથ્થર જે ટ્રેન માટે માર્કર તરીકે ઉપયોગમાં લેવાય છે તેને તોડીને ડાઉન લોકલ લાઇન પર મૂકવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
"બુધવારે રાત્રે 10:38 વાગ્યે આ ઘટના સામે આવી હતી. રાત્રે 10:50 વાગ્યા સુધીમાં ટ્રેકને સલામતી માટે સંપૂર્ણ રીતે સાફ કરી દેવામાં આવ્યો હતો. આ ઘટનાને ઇરાદાપૂર્વકનું દુષ્કર્મ માનવામાં આવી રહ્યું છે. પથ્થરની ટ્રેક પર રહેતા દુર્ઘટના થઈ શકે છે. પીટીઆઈના અહેવાલ મુજબ, અધિકારીએ જણાવ્યું હતું કે ગુરુવારે ભારતીય ન્યાય સંહિતા અને રેલવે એક્ટ હેઠળ જીવનને જોખમમાં મૂકતા કૃત્ય અને અન્ય ગુનાઓ માટે કેસ નોંધવામાં આવ્યો હતો. અધિકારીએ ઉમેર્યું કે ઘટનાની તપાસ ચાલી રહી છે અને આ ઘટનામાં સંડોવાયેલા શંકાસ્પદને પકડવાના પ્રયાસો ચાલુ છે.
જળગાંવમાં કોલસા ભરેલી માલગાડી પાટા પરથી ઉતરી જતાં નંદુરબાર-સુરત રૂટ પર રેલ સેવાને અસર
આ સાથે , ગુરુવારે બપોરે મહારાષ્ટ્રના જળગાંવ જિલ્લામાં એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી, અધિકારીઓએ જણાવ્યું હતું. પીટીઆઈના અહેવાલ મુજબ, આ ઘટનાના પરિણામે પશ્ચિમ રેલવેના નંદુરબાર-સુરત વિભાગની ડાઉન અને અપ લાઇન બ્લોક થઈ ગઈ હતી. પીટીઆઈના અહેવાલ મુજબ, પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેકે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લાના ગુગુસથી ગુજરાતના ગાંધીનગર તરફ જતી કોલસાથી ભરેલી ટ્રેનના એક લોકોમોટિવ સહિત સાત ડબ્બા બપોરે 2:18 વાગ્યે અહીંથી લગભગ 350 કિલોમીટર દૂર અમલનેર ખાતે પાટા પરથી ઉતરી ગયા હતા.
કોઈ પણ જાનહાનિના અહેવાલ નથી. માલગાડીના ક્રૂ સભ્યો સુરક્ષિત છે. ઉધના, ભુસાવળ અને નંદુરબારથી અકસ્માત રાહત ટ્રેનો (એઆરટી) સાથે વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર છે. પુનઃસ્થાપન કાર્ય ચાલુ છે. તેમણે કહ્યું કે, વહેલી તકે કામગીરી પુનઃસ્થાપિત કરવા માટે તમામ પ્રયાસો ચાલી રહ્યા છે.
સૂત્રોએ પીટીઆઈને જણાવ્યું હતું કે પાટા પરથી ઉતરી જવાના કારણે નંદુરબાર-સુરત રૂટની ડાઉન અને અપ લાઇન બન્ને બ્લૉક થઈ ગઈ છે. અધિકારીએ ઉમેર્યું હતું કે નંદુરબાર-સુરત ટ્રેન, જે એક વેગનને કારણે બ્લૉક થઈ ગઈ છે, તેને ટૂંક સમયમાં સાફ કરવામાં આવશે, એમ સમાચાર એજન્સીએ ગુરુવારે અહેવાલ આપ્યો હતો.

