Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈગરા આજે છત્રી લઈને નીકળજો! હવામાન વિભાગે વરસાદ બાબતે કરી આ આગાહી

મુંબઈગરા આજે છત્રી લઈને નીકળજો! હવામાન વિભાગે વરસાદ બાબતે કરી આ આગાહી

Published : 27 January, 2026 09:35 AM | Modified : 27 January, 2026 10:42 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Weather Updates: શહેરમાં આગામી ત્રણ કલાક વરસાદ પડવાની સંભાવના, હવામાન વિભાગે શહેરમાં વરસાદની આગાહી કરી, થાણેમાં યેલો એલર્ટ : મંગળવારે મુંબઈમાં મહત્તમ તાપમાન ૨૯ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


ભારતીય હવામાન વિભાગ (India Meteorological Department)એ મંગળવારે મુંબઈ (Mumbai) અને થાણે (Thane) માટે યેલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં આગામી ત્રણ કલાકમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે મુંબઈ અને થાણેમાં વરસાદ પડવાની શક્યતા (Mumbai Weather Updates) છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ આજે, ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ મુંબઈ અને થાણે માટે યેલો એલર્ટ (Yellow alert) આપ્યું છે.



ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે સવારે ૭ વાગ્યે જારી કરાયેલ આ ચેતવણીમાં રહેવાસીઓને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે કારણ કે સવારના સમયે પ્રદેશના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની અસર થઈ શકે છે.


આઇએમડીના જણાવ્યા અનુસાર, મંગળવારે મુંબઈમાં મહત્તમ તાપમાન ૨૯ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. દરિયાકાંઠે મધ્યમથી તીવ્ર પવન ફૂંકાશે.

સમીર એપ (Sameer app) મુજબ, શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ (Air Quality Index -ન AQI) ૧૨૧ છે, જે મધ્યમ શ્રેણીમાં આવે છે અને ફેફસાના વિકાર, અસ્થમા અને હૃદયની બીમારીઓ ધરાવતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે.


મુંબઈમાં AQI છે આટલોઃ

વિસ્તાર

AQI

બાંદ્રા પૂર્વ

૧૦૮

કુર્લા

૧૧૪

મલાડ પશ્ચિમ

૧૪૬

મઝગાંવ

૧૪૭

મુલુંડ પશ્ચિમ

૭૭

પવઇ

૯૬

ભાંડુપ પશ્ચિમ

૯૬

કાંદિવલી પૂર્વ

૧૧૬

ઘાટકોપર

૧૩૩

દેવનાર

૧૩૫

કોલાબા

૧૨૧

ચેમ્બુર

૧૦૬

અંધેરી પૂર્વ

૧૭૮

ભાયખલા

૯૫

થાણે

૧૨૪

કલ્યાણ

૧૨૪

નવી મુંબઈ

૯૪

હવામાન વિભાગે આજે શહેરમાં વરસાદની આગાહી કરતા મુંબઈગરાંઓને શિયાળાની ઋતુમાં સ્વેટરને બદલે છત્રી લઈને નીકળવાની ફરજ પડશે.

મહારાષ્ટ્રમાં યેલો એલર્ટ

મહારાષ્ટ્રમાં હવામાનમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યા છે. શિયાળાની તીવ્રતા ધીમે ધીમે ઓછી થઈ રહી છે, અને તાપમાનમાં વધારો અનુભવાઈ રહ્યો છે. આ દરમિયાન, બંગાળની ખાડીમાં રચાયેલી લો પ્રેશર સિસ્ટમ રાજ્યના કેટલાક ભાગોને અસર કરશે, અને મરાઠવાડા અને ઉત્તર મહારાષ્ટ્રના કુલ છ જિલ્લાઓ માટે વરસાદનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

ભારતીય હવામાન વિભાગે શિયાળાની ઋતુ દરમિયાન મહારાષ્ટ્ર (Maharashtra)માં યેલો એલર્ટ જાહેર કર્યું છે. આ એલર્ટ મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં કમોસમી વરસાદના સંકેતો દર્શાવે છે.

આઈએમડીએ જણાવ્યું હતું કે, ધુળે (Dhule)માં પ્રદેશમાં વીજળી સાથે વાવાઝોડા, હળવો વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ ૩૦ થી ૪૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

મહારાષ્ટ્રમાં ધુળે ઉપરાંત નંદુરબાર (Nandurbar), જલગાંવ (Jalgaon), સંભાજીનગર (Sambhajinagar), જાલના (Jalna) અને પરભણી (Parbhani)માં પણ આજે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત રાયગઢ (Raigad), રત્નાગિરિ (Ratnagiri) તેમજ સિંધુદુર્ગ (Sindhudurg)માં સવારે હળવું ધુમ્મસ, બપોરે આંશિક વાદળછાયું આકાશ અને છૂટછાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે.

જ્યારે, પુણે (Pune), સતારા (Satara), સાંગલી (Sangli), કોલ્હાપુર (Kolhapur) અને સોલાપુર (Solapur)માં સવારે ઠંડક અનુભવ્યા બાદ બપોરથી ગરમી થશે. અહીં વરસાદની શક્યતા નથી.

મહારાષ્ટ્રમાં 27 જાન્યુઆરીથી શિયાળો તેના અંતિમ તબક્કામાં પ્રવેશ કરી રહ્યો છે. સવારે થોડી ઠંડી રહેશે, પરંતુ દિવસ દરમિયાન તાપમાનમાં વધારો અને ગરમીની શક્યતા છે.

Whatsapp-channel Whatsapp-channel

27 January, 2026 10:42 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK