Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Mayor Ritu Tawde: મુંબઈનાં મેયર સપડાયાં નવા વિવાદમાં! ફક્ત સોશિયલ મીડિયા પર Likes માટે કર્યો આવો વિચાર!

Mumbai Mayor Ritu Tawde: મુંબઈનાં મેયર સપડાયાં નવા વિવાદમાં! ફક્ત સોશિયલ મીડિયા પર Likes માટે કર્યો આવો વિચાર!

Published : 19 August, 2026 09:07 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai Mayor Ritu Tawdeએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રસિદ્ધિ અને લાઇક્સ મેળવવા માટે મોટી રકમ ખર્ચવાનો નિર્ણય લીધો છે.

રિતુ તાવડેની ફાઇલ તસવીર

રિતુ તાવડેની ફાઇલ તસવીર


મુંબઈનાં મેયર રિતુ તાવડે (Mumbai Mayor Ritu Tawde) સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતાં હોય છે. તેઓ નિયમિત ધોરણે તેઓના સોશિયલ મીડિયા એકાઉન્ટના માધ્યમથી પોતાનાં કામકાજનો ચિતાર જનતાને આપતાં હોય છે. હવે આ જ મેયર એક નવા વિવાદના ભૂવામાં સપડાયાં છે. રિપોર્ટ્સ પ્રમાણે મહાપાલિકા મેયર રિતુ તાવડેએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રસિદ્ધિ અને લાઇક્સ મેળવવા માટે મોટી રકમ ખર્ચવાનો નિર્ણય લીધો છે.  કહેવાઈ રહ્યું છે કે તેઓનાં સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને પબ્લિસિટી મેનેજમેન્ટ માટે સુધરાઇએ રૂપિયા પચીસ લાખથી વધુનો અધધ ખર્ચ કરવાની તૈયારી કરી રહી છે. આ માટેની દરખાસ્ત આજે સ્ટેન્ડિંગ કમીટી સમક્ષ મંજૂરી માટે મૂકવામાં આવશે એવા અહેવાલો મળી રહ્યા છે.

રિપોર્ટ્સ અનુસાર ૧લી ઓગસ્ટ ૨૦૨૬થી લઈને ૩૧મી જુલાઈ ૨૦૨૭ના એક વર્ષના સમયગાળા માટે રિતુ તાવડે (Mumbai Mayor Ritu Tawde)ની સોશિયલ મીડિયા પબ્લિસિટીને મેનેજ કરવા માટે ₹૨૫,૧૨,૭૮૬નો ખર્ચ કરવાની દરખાસ્ત મૂકવામાં આવનાર છે. આ દરખાસ્ત અનુસાર મેયરના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પરની કામગીરીને હેન્ડલ કરવા માટે દર મહિને આશરે ₹૨.૦૯ લાખ અને રોજના લગભગ ₹૬,૯૦૦નો ખર્ચ થશે. આ કામગીરી માટે એજન્સી પણ ધ્યાનમાં રખાઇ હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈ મહાનગરપાલિકા અધિનિયમ ૧૮૮૮ના સેક્શન ૬૯(સી)ની સુધારેલી જોગવાઈઓ હેઠળ આ માટેનું એક ટેન્ડર સુદ્ધાં જારી કરવામાં આવ્યું છે.



શા માટે વિવાદના તણખા ઝર્યા?


હવે આ આખી વાતને લઇને વિવાદ સર્જાયો છે. કેમ કે સુધરાઇ (Mumbai Mayor Ritu Tawde) પાસે ઓલરેડી ટેક્સદાતાઓના પૈસે જનસંપર્ક વિભાગ કાર્યરત છે અને આ પ્રકારની કામગીરી માટે સેન્ટ્રલાઇઝ્ડ સોશિયલ મીડિયા ટીમ ઉપલબ્ધ છે. તો પછી મેયરના કાર્યાલય માટે આ રીતે આગવી `ડેડિકેટેડ` સોશિયલ મીડિયા ટીમ ઊભી શા માટે કરવી? એવો વિવાદ છેડાયો છે. આ અંગે મેયર કાર્યાલયના અધિકારીઓએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, "આ પ્રસ્તાવ પબ્લિક રિલેશન્સ ટીમ માટે નથી પરંતુ મેયરના સત્તાવાર કાર્યક્રમોની માહિતી જનસામાન્ય સુધી પહોંચાડવા માટેના સોશિયલ મીડિયા મેનેજમેન્ટ માટેનો છે."

ગમે તે હોય પણ મેયર (Mumbai Mayor Ritu Tawde)ની કામગીરી ઉપર લાઇક્સ મેળવવા માટે અધધ આટલા રૂપિયા ખર્ચવાના મુદ્દા પર વિરોધી પક્ષોએ તો મેયર કાર્યાલયની બરાબરની ઝાટકણી કાઢી છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના તેમજ ઉદ્ધવસેનાએ ભારે વિરોધ નોંધાવ્યો છે. ઓલરેડી પબ્લિક રિલેશન્સ માટેનો વિભાગ હોવા છતાં આ રીતે રૂપિયા ખર્ચીને આગવી ટીમ ઊભી કરવાનો વિરોધ થઇ રહ્યો છે.


જોકે અગાઉ પણ મેયરના જનસંપર્ક અને પ્રચાર માટે જારી કરવામાં આવેલાં ટેન્ડરોની વિપક્ષોએ ઝાટકણી કાઢી જ છે. તે સિવાય તાજેતરમાં જ મેયરના ઓફિશિયલ નિવાસસ્થાનના રિનોવેશન માટેના ટેન્ડરનો મુદ્દો પણ ઉકળ્યો હતો. અને હવે આ ફરી એક વખત સોશિયલ મીડિયા પાછળ દર મહિને બે લાખથી પણ વધુનો ખર્ચ કરવાનો નિર્ણય મુંબઈકરો અને વિપક્ષમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. આજે આ મુદ્દે સ્ટેન્ડિંગ કમીટીની બેઠકમાં આ પ્રસ્તાવ મંજૂર થાય છે કે કેમ તેની પર સૌની નજર રહેલી છે.

Whatsapp-channel Whatsapp-channel

19 August, 2026 09:07 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK