Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મેટ્રો 11ના એક્સટેન્શનના કામના ટૂંક સમયમાં થશે શ્રીગણેશ

મેટ્રો 11ના એક્સટેન્શનના કામના ટૂંક સમયમાં થશે શ્રીગણેશ

Published : 22 May, 2026 07:46 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

MMRC દ્વારા અન્ડરગ્રાઉન્ડ યુટિલિટીઝના સર્વે માટે ટેન્ડર બહાર પડાયું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વડાલાથી બાંદરા ટર્મિનસ વાયા ધારાવીના મેટ્રો 11ના એક્સટેન્શન માટે કન્સ્ટ્રક્શનનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. કામ શરૂ થાય એ પૂર્વે મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન (MMRC)એ અન્ડરગ્રાઉન્ડ યુટિલિટીઝનું મૅપિંગ કરવા માટે એટલે કે ગટર, પાણી, ગૅસની પાઇપલાઇન કે ટેલિકમ્યુનિકેશનના વાયર છે કે નહીં એ ચકાસવા માટે એજન્સી નિયુક્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. 
આ મેટ્રો કૉરિડોર પ્રોજેક્ટ અંતર્ગત વડાલાને નાગપાડા અને ક્રૉફર્ડ માર્કેટ રૂટથી ગેટવે ઑફ ઇન્ડિયા સાથે જોડવામાં આવશે. આ આખા માર્ગનો અન્ડરગ્રાઉન્ડ યુટિલિટી સર્વે કરવા માટે એજન્સી નિયુક્ત કરવા MMRCએ ટેન્ડર બહાર પાડ્યું છે.

માર્ચમાં રાજ્ય સરકારે MMRCને મેટ્રો 11ને લગભગ ૬.૯ કિલોમીટર વધારવાનો નિર્દેશ આપ્યો હતો. લગભગ ૮ હેક્ટર વિસ્તારમાં આ મેટ્રો 11નું એક્સ્ટેન્શન કરવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

22 May, 2026 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK