શહાપુર પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર વિલાસ કદમે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ-આગરા નૅશનલ હાઇવે પર ગુરુવારે સાંજે એક ગંભીર માર્ગ-અકસ્માત થયો હતો જેમાં એક યુવકનું ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ થયો હતો. શહાપુર પોલીસ-સ્ટેશનના ઇન્સ્પેક્ટર વિલાસ કદમે જણાવ્યું હતું કે ‘અકોલાના રાજુર બાબુલવાડીના રહેવાસી બે યુવકો મોટરસાઇકલ પર હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સાંજે સવાચાર વાગ્યે તેમની બાઇક અચાનક સ્લિપ થઈ ગઈ હતી. કાબૂ ગુમાવેલી બાઇક હાઇવે પરના રેલવે ઓવરબ્રિજની પ્રોટેક્શન-વૉલ સાથે અથડાઈને સીધી રેલવે-ટ્રૅક પર પડી હતી. આ ભયાનક અકસ્માતમાં બાવીસ વર્ષના યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માત વિશે વધુ તપાસ હાથ ધરી છે.’
