Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai News: વિક્રોલી ઈસ્ટ-વેસ્ટ કનેક્ટર બ્રિજના ખૂલવા અંગે મોટા અપડેટ આવ્યા સામે, BMCએ કહ્યું...

Mumbai News: વિક્રોલી ઈસ્ટ-વેસ્ટ કનેક્ટર બ્રિજના ખૂલવા અંગે મોટા અપડેટ આવ્યા સામે, BMCએ કહ્યું...

Published : 02 June, 2025 12:00 PM | Modified : 03 June, 2025 06:53 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai News: આ બ્રિજ વિક્રોલીના પશ્ચિમમાં લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ અને પૂર્વીય વિસ્તારમાં પૂર્વીય એક્સપ્રેસ હાઇવેને જોડશે.

નિર્માણાધીન વિક્રોલી ઈસ્ટ-વેસ્ટ કનેક્ટર બ્રિજની ફાઇલ તસવીર

નિર્માણાધીન વિક્રોલી ઈસ્ટ-વેસ્ટ કનેક્ટર બ્રિજની ફાઇલ તસવીર


Mumbai News: છેલ્લા ઘણા સમયથી મુંબઈનાં પૂર્વ અને પશ્ચિમ પરાંઓને જોડનારા વિક્રોલી બ્રિજનાં ઓપનિંગ તારીખની રાહ જોવાઈ રહી હતી. વિક્રોલી રેલવે સ્ટેશન નજીક બનનાર ફ્લાઇઓવરના નિર્માણનું કાર્ય પૂરું થઈ ગયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. એવા પણ સમાચાર છે કે આગામી બે દિવસમાં જેટલું પણ કામ પેન્ડિંગ છે તે આટોપી લેવામાં આવશે. અને લોકોની અવરજવર માટે તે ખૂબ જ જલ્દીથી ખોલવામાં આવશે. વિક્રોલી પૂર્વ-પશ્ચિમ કનેક્ટર બ્રિજ બાંધકામ શરૂ થયાનાં લગભગ સાત વર્ષ બાદ ફાઇનલી નિર્માણ થઈ ગયો છે. સિવિક બૉડીએ માહિતી આપી હતી કે આગામી બે દિવસમાં બાકીનું કામ પણ પૂર્ણ થવાની ધારણા છે. મુંબઈ ટ્રાફિક પોલીસ દ્વારા મંજૂરી મળ્યા બાદ આ બ્રિજને વાહનવ્યવહાર માટે ખોલી દેવામાં આવશે.


નવો બાંધવામાં આવેલો આ બ્રિજ પૂર્વમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે (EEH)ને પશ્ચિમમાં વિક્રોલી ખાતે લાલ બહાદુર શાસ્ત્રી (LBS) માર્ગ સાથે કનેક્ટ કરે છે. જે શહેરમાં પૂર્વ-પશ્ચિમ કનેક્શનમાં મહત્વનો ભાગ ભજવે છે. તમને જણાવી દઈએ કે આ બ્રિજની લંબાઈ 615 મીટર અને પહોળાઈ 12 મીટર છે. જેમાં ચાર વાહનોની લેન અને ફૂટપાથ આવરી લેવામાં આવેલ છે. કુલ સ્ટ્રક્ચરમાંથી 565 મીટર બીએમસી દ્વારા અને બાકીના 50 મીટરનો ભાગ રેલવે દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.



Mumbai News: આ બ્રિજ વિક્રોલીના પશ્ચિમમાં લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ અને પૂર્વીય વિસ્તારમાં પૂર્વીય એક્સપ્રેસ હાઇવેને જોડશે. જે થકી લગભગ અડધા કલાકનો ટ્રાવેલ સમય બચી જવાનો છે. રેલવે દ્વારા કુલ સાત બીમ સ્થાપિત કરવામાં આવ્યા છે અને તેમનું કુલ વજન 655 ટન છે. આ બ્રિજ પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાખવામાં આવેલા બીમનું વજન લગભગ 2142 ટન છે. આ બીમની લંબાઈ 24થી 30 મીટર છે. આ (Mumbai News) બ્રિજમાં ત્રણ તબક્કામાં કુલ 18 બીમ નાખવામાં આવ્યા છે.


આ બ્રિજના પ્રોજેક્ટની ડિઝાઇન સૌ પ્રથમ વર્ષ 1997માં કરવામાં આવી હતી પરંતુ તેનું બાંધકામ 2018માં શરૂ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં અંદાજિત 70 કરોડ રૂપિયાનોં ખર્ચનો નિર્ધાર હતો. પરંતુ આ કામમાં વિલંબ થવાને કારણે ખર્ચ 180 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો છે.

બીએમસી (Mumbai News)ના એક અધિકારીએ આ બ્રિજનાં ખૂલવા અંગે અપડેટ આપતાં જણાવ્યું હતું કે, "અ બ્રિજનું સ્ટ્રક્ચર તેમ જ કનેક્ટેડ રોડ્સનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. હવે માત્ર નોઈસ બેરિયરનું ઈન્સ્ટોલેશન, પેઇન્ટિંગ અને પશ્ચિમ બાજુએ લેન માર્કિંગ સહિતનું જ કામ પેન્ડિંગ છે. હાલમાં સિવિક બૉડી ટ્રાફિક પોલીસ સાથે કોઓર્ડિનેશન કરી રહી છે. જેવી ત્યાંથી પરમીશન મળી જશે કે તરત જ આ બ્રિજ સર્વસામાન્ય જનતા માટે ખોલી નાખવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

03 June, 2025 06:53 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK