Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટોટલ ટાઈમપાસ : વરસાદમાં નુશરતનો ફાયર અંદાજ અને અન્ય બૉલીવુડ ન્યૂઝ એક જ ક્લિકમાં

ટોટલ ટાઈમપાસ : વરસાદમાં નુશરતનો ફાયર અંદાજ અને અન્ય બૉલીવુડ ન્યૂઝ એક જ ક્લિકમાં

Published : 04 June, 2025 07:55 AM | Modified : 05 June, 2025 07:02 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નુશરતે વરસાદી બૅકગ્રાઉન્ડમાં વૉટરફૉલની વચ્ચે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે અને તેના લુકે તેના ફૅન્સનું ધ્યાન ખેંચ્યું છે.

વરસાદમાં નુશરતનો ફાયર અંદાજ

વરસાદમાં નુશરતનો ફાયર અંદાજ


‘પ્યાર કા પંચનામા’ અને ‘છોરી’ જેવી ફિલ્મોથી દર્શકોનું દિલ જીતનારી નુશરત ભરૂચાના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો વાઇરલ થઈ રહી છે. નુશરતે વરસાદી બૅકગ્રાઉન્ડમાં વૉટરફૉલની વચ્ચે બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે અને તેના લુકે તેના ફૅન્સનું ધ્યાન ખેંચ્યું છે.


પૈચાન કૌન?




હાલમાં ઇન્ટરનેટની દુનિયામાં આ ૨૧ વર્ષની યુવતી ચર્ચામાં છે અને તેની તસવીર વાઇરલ થઈ છે. આ તસવીર જોઈને ફૅન્સ તેને બૉલીવુડમાં કામ કરવા માટે આગ્રહ કરી રહ્યા છે. ઓળખી? આ યુવતી છે ૨૦૦૭માં રિલીઝ થયેલી ‘હે બેબી’માં એન્જલ તરીકે જોવા મળતી ક્યુટ ચાઇલ્ડ આર્ટિસ્ટ જુઆના સંઘવી. અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને ફરદીન ખાનને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મને બૉક્સ-ઑફિસ પર સારીએવી સફળતા મળી હતી. ફિલ્મમાં જુઆનાની ક્યુટનેસે ત્રણેય સ્ટાર્સની લાઇમલાઇટ ચોરી લીધી હતી. હવે જુઆના ૨૧ વર્ષની થઈ ગઈ છે અને તેની તસવીર વાઇરલ બની રહી છે.


આમિરની દીકરી આઇરાનું જર્મનીમાં ફૅમિલી-વેકેશન


આમિર ખાનની દીકરી આઇરા હાલમાં જર્મનીમાં પોતાના પતિ નુપૂર શિખરે, ભાઈ જુનૈદ ખાન, મમ્મી રીના દત્તા અને સાસુ પ્રીતમ શિખરે સાથે ફૅમિલી-વેકેશન ગાળી રહી છે. મંગળવારે આઇરાએ આ આઉટિંગની તસવીર તેના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં પોસ્ટ કરી છે. આ તસવીરમાં આઇરા પોતાના પરિવાર સાથે એક સ્ટ્રીટ-સાઇડ રેસ્ટોરાંમાં કૉફીનો આનંદ માણતી જોવા મળે છે. આઇરા ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો ભાગ નથી, પરંતુ તેના ભાઈ જુનૈદે બૉલીવુડમાં કરીઅર બનાવવાનું નક્કી કર્યું છે. આમ ભાઈ-બહેનની દિશા અલગ-અલગ હોવા છતાં તેમની વચ્ચે જબરદસ્ત બૉન્ડિંગ છે.

અમિતાભે બ્લૉગ પર લગ્નની તસવીરો મૂકીને માન્યો શુભેચ્છકોનો આભાર

મંગળવારે અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનનાં લગ્નની બાવનમી વર્ષગાંઠ હતી. આ દિવસે અમિતાભે પોતાનાં લગ્નની ન જોયેલી તસવીરો પોસ્ટ કરી હતી. તેમણે આ તસવીરો પોસ્ટ કરીને આ દિવસે તેમને શુભેચ્છા પાઠવનાર તમામ ફૅન્સ પ્રત્યે કૃતજ્ઞતા અને પ્રેમની લાગણી વ્યક્ત કરી હતી.

મેં બે બિલાડા પાળ્યા છે, એ રંગે બહુ રૂપાળા છે

રવીના ટંડનની દીકરી રાશા થડાણીએ હાલમાં પોતાના સોશ્યલ મીડિયા પર એક ક્યુટ પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટમાં તે પોતાના બે નવા પાલતુ બિલાડા શેર અને બગીરાને ખોળામાં લઈને જોવા મળે છે. આ બિલાડાઓ હવે રાશાના પરિવારનો હિસ્સો બની ગયા છે અને રાશાએ એમની તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું છે કે અમારો પરિવાર વિકસી રહ્યો છે. આ પોસ્ટમાં રાશા અને એના બિલાડાઓ વચ્ચેનો સુંદર બૉન્ડ જોવા મળે છે અને રાશાના ફૅન્સને આ તસવીરો બહુ પસંદ પડી છે.

Whatsapp-channel Whatsapp-channel

05 June, 2025 07:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK