Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai News: પેસેન્જર્સને બીજા કોચમાં શિફ્ટ કરી એર્નાકુલમ-પુણે સુપરફાસ્ટ એક્સપ્રેસના એક કોચને અલગ કરી દેવાયો

Mumbai News: પેસેન્જર્સને બીજા કોચમાં શિફ્ટ કરી એર્નાકુલમ-પુણે સુપરફાસ્ટ એક્સપ્રેસના એક કોચને અલગ કરી દેવાયો

Published : 29 July, 2026 12:23 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Mumbai News: પેસેન્જર્સની સલામતીના ભાગરૂપે કોચને અલગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ આખી કામગીરીમાં કોઈને પણ કોઈ તકલીફ નથી પડી એમ અધિકારીઓએ જણાવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આજે સવારે નવી મુંબઈ (Mumbai News)ના પનવેલ રેલવે સ્ટેશને રેલવેસ્ટાફ દ્વારા એર્નાકુલમ-પુણે સુપરફાસ્ટ એક્સપ્રેસના એક કોચને અલગ કરી દેવામાં આવ્યો હતો. રેલવે અધિકારીઓને તેમાં ટેકનિકલ ખામી જણાઈ આવી હતી જે કારણોસર કોચને અલગ કરવામાં આવ્યો હતો. એ કોચના પેસેન્જર્સને બીજા કોચમાં સલામત રીતે ખસેડી દેવામાં આવ્યા હતા.  ટ્રેન નં. 22149 કે જે એર્નાકુલમથી પૂણે જઇ રહી હતી, તેના એક કોચને અલગ કરાયો હતો. રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે પેસેન્જર્સની સલામતીના ભાગરૂપે કોચને અલગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ આખી કામગીરીમાં કોઈને પણ કોઈ તકલીફ નથી પડી એમ અધિકારીઓએ જણાવ્યું છે.

પનવેલ ખાતે નિરીક્ષણ દરમિયાન ટેકનિકલ ફૉલ્ટ જણાયો



સેન્ટ્રલ રેલવેએ આપેલી માહિતી અનુસાર એર્નાકુલમ-પુણે સુપરફાસ્ટ એક્સપ્રેસ સવારે ૬.૩૦ વાગ્યે પનવેલ સ્ટેશન (Mumbai News) પર પહોંચી હતી. ત્યાં રેલવે કર્મચારીઓએ રૂટિન ચેકપ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન B1 કોચમાં તૂટેલું કંટ્રોલ આર્મ દેખાયું હતું. આ ટેકનિકલ ફૉલ્ટને પરિણામે કેરેજ અને વેગન (સી એન્ડ ડબલ્યુ) ફેલ થયું હતું. જેના કારણે અધિકારીઓને તાત્કાલિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું પડ્યું હતું. કંટ્રોલ આર્મને નુકસાન થવું એ ટેકનિકલ ફૉલ્ટ ગણાય છે. જો તેને અલગ કરવામાં ન આવે તો મોટી દુર્ઘટના પણ સર્જાઇ શકે છે. આ જ કારણોસર રેલવે અધિકારીઓએ ટ્રેન પનવેલથી હજી આગળ વધે તે પહેલાં જ કોચને અલગ કરવાનો નિર્ણય લીધો હતો.


પેસેન્જર્સ શિફ્ટ થઇ ગયા પછી ટ્રેન આગળ વધી

નિરીક્ષણ બાદ રેલવે સત્તાવાળાઓએ સલામતીના પગલા (Mumbai News) તરીકે B1 કોચને ટ્રેનથી અલગ કર્યો હતો. ટ્રેન પનવેલથી ફરી ઉપડે એ પહેલાં આ અસરગ્રસ્ત કોચમાં મુસાફરી કરતા પેસેન્જર્સને અન્ય કોચમાં જ્યાં જ્યાં સીટ ઉપલબ્ધ હતી ત્યાં ખસેડવામાં આવ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે મુસાફરોનું શિફટિંગ પણ એકદમ સરળતાથી પૂર્ણ થયું હતું, જેના કારણે ખામીયુક્ત કોચને અલગ કર્યા બાદ ફરીથી ટ્રેન સલામતી સાથે પૂણે તરફ આગળ વધી શકી હતી. આ શિફટિંગની અને કોચને અલગ કરવાની પ્રક્રિયા દરમિયાન કોઈ પેસેન્જરને કોઈ પણ પ્રકારની તકલીફ પડી નહોતી. પનવેલ રેલ્વે સ્ટેશન પૂણે જંક્શનથી આશરે ૧૦૦ કિલોમીટર દૂર આવેલું છે. અહીં મોટે ભાગે લોન્ગ ડિસ્ટન્સની ટ્રેનો વિરામ લેતી હોય છે.


રેલવેએ મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપી

રેલવે સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે ટ્રેનની આગળની મુસાફરી દરમિયાન કોઈ દુર્ઘટના ન (Mumbai News) સર્જાય તે માટે અસરગ્રસ્ત કોચને દૂર કરવું એ ખૂબ જરૂરી અને સાવચેતીભર્યું પગલું હતું. ટેકનિકલ ટીમો આ અલગ પાડેલા કોચની તપાસ કરવા અને ટેકનિકલ સમસ્યાને હલ કરવા માટે સ્ટેશન પર કામ કરી રહી છે.  અધિકારીઓએ આ ઘટનાને કારણે રેલ સેવાઓમાં કોઈ મોટી વિક્ષેપનો થયો હોય એવું કંઇ જણાવ્યું નથી.

કરજત નજીક મહાલક્ષ્મી એક્સપ્રેસમાં ધુમાડાના કારણે થોડો ગભરાટ ફેલાયો

આવી જ એક અન્ય રેલવે દુર્ઘટનાની વાત કરીએ તો મંગળવારે સવારે મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં કરજત પાસે કોલ્હાપુર-મુંબઈ મહાલક્ષ્મી એક્સપ્રેસના એક કોચમાંથી ધુમાડો જોવા મળ્યો હતો, જેના કારણે મુસાફરોમાં થોડો ગભરાટ ફેલાયો હતો. આ ઘટના મુંબઈથી લગભગ ૯૦ કિલોમીટર દૂર મંકી હિલ વિભાગમાં બની હતી. સરકારી રેલવે પોલીસ (જીઆરપી)ના જણાવ્યા અનુસાર શોર્ટ સર્કિટને કારણે ધુમાડો નીકળ્યો હોવાની શંકા છે. રેલવે અધિકારીઓએ તાત્કાલિક કોચમાં તપાસ આદરી હતી, કરજત જીઆરપીના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક કિરણ મટકરે કહ્યું, "આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી. સવારે ૫.૩૦ વાગ્યે કરજત સ્ટેશનથી પસાર થઇ રહેલ મહાલક્ષ્મી એક્સપ્રેસ તેના એક કોચમાં ધુમાડો દેખાતા મોડી પડી હતી. રેલવે સત્તાવાળાઓ દ્વારા નિરીક્ષણ કર્યા બાદ બધુ યોગ્ય જણાતાં ટ્રેનને સવારે ૬.૧૫ વાગ્યે આગળ વધવાની મંજૂરી આપી હતી.

Whatsapp-channel Whatsapp-channel

29 July, 2026 12:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK