Mumbai News: મુંબઈની એક વિદ્યાર્થિની માસ્ટરની પરીક્ષા ચૂકી ગઈ હતી. કારણકે પોલીસે કોઈ VIP આવી રહ્યા હોવાને કારણે રસ્તા પરનો વાહનવ્યવહાર રોકી દીધો હતો
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
એક્ઝામ હોય ત્યારે સેન્ટર પર સમયસર પહોંચવાનું જરૂરી હોય છે. નહિતર ઘણા એક્ઝામ આપવાનું પણ ચૂકી જતાં હોય છે. મુંબઈ જેવાં મહાનગરની વાત કરીએ તો ટ્રાફિકને કારણે ઘણીવાર સમયસર અથવા તો સમય કરતાં ઘણો વહેલો નીકળી ગયેલો વિદ્યાર્થી પણ પરીક્ષા આપવાથી વંચિત રહી જાય છે. હા, તાજેતરમાં જ એક એવો કિસ્સો (Mumbai News) સામે આવ્યો છે જેમાં વિદ્યાર્થિની માસ્ટર્સની પરીક્ષા આપવા નીકળી હતી પણ રસ્તામાં કોઈ વીઆયપી વ્યક્તિને કારણે રસ્તો બ્લોક કરી દેવામાં આવતા અટવાઈ ગઈ હતી.
હા, વાત છે મુંબઈની (Mumbai News) જ એક વિદ્યાર્થિનીની. તે માસ્ટરની પરીક્ષા ચૂકી ગઈ હતી. કારણકે પોલીસે કોઈ VIP આવી રહ્યા હોવાને કારણે રસ્તા પરનો વાહનવ્યવહાર રોકી દીધો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
This culture of blocking roads for hours just because a VIP is passing by needs to stop.
— ︎ ︎venom (@venom1s) January 28, 2025
Thousands of citizens have to face problems, and their time is wasted because of it. pic.twitter.com/ducahMmR3r
ઉપર સે ઓર્ડર હે – કહી પોલીસ અધિકારીએ અવગણી સ્ટુડન્ટની વિનંતીને
આ વિદ્યાર્થિનીનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં, એવું દેખાઈ રહ્યું છે કે પરીક્ષા આપવા નીકળેલી આ સ્ટુડન્ટ પોલીસ અધિકારીને વિનંતી કરી રહી છે કે એની પરીક્ષા છે. પ્લીઝ મને જવા દો. જો મને જવા નહીં દેવામાં આવે તો હું પરીક્ષા ચૂકી જઈશ. કહેવાય છે કે આ વિડીયો સ્ટુડન્ટ દ્વારા શુટ કરવામાં આવ્યો છે જેમાં તે પોતાની આપવીતી કહી રહી છે.
Mumbai News: સ્ટુડન્ટ દ્વારા પોલીસ અધિકારીને વિનવણી કરવામાં આવી રહી છે કે ભલે અહીંથી કોઈ વીઆઈપી વ્યક્તિ જઇ રહી હોય. પણ મને પ્લીઝ જવા દો. મને આગળ જવાની મંજૂરી આપો. કારણકે જો તે સેન્ટર પર મોડી પહોંચશે તો તે પરીક્ષા ચૂકી જશે.
જો કે, તૈનાત પોલીસ અધિકારીએ આ સ્ટુડન્ટની વિનંતી નકારી કાઢી હતી. અને તેના વાહનને આગળ ન જ જવા દેતાં સ્ટુડન્ટ અટવાઈ ગઈ હતી. અને પોલીસ અધિકારીએ એવો જવાબ આપ્યો હતો. કે હું જવા નહીં દઈ શકું. કારણકે “ઉપર સે ઓર્ડર હે” પોલીસ આ સ્ટુડન્ટની વાત અવગણી અને તેને એમ કહ્યું કે તું આગળ કોઈ બીજા પોઈન્ટ પરથી બીજી ઓટો રીક્ષા લઈ લે. ત્યારે આ સ્ટુડન્ટે પોલીસ અધિકારીને કહ્યું હતું કે હાઇવેની વચ્ચે હવે મને ક્યાં કોઈ બીજી રિક્ષા ઉપલબ્ધ થશે. આમ હાઇવેની વચ્ચોવચ્ચ સ્ટુડન્ટ બરાબરની અટવાઈ ગઈ હતી.
વિડીયો (Mumbai News) સોશિયલ મીડિયામાં સર્વત્ર વાયરલ થયો છે. જેમાં લોકોના પ્રતિભાવો આવી રહ્યા છે તે તરફ નજર કરીએ.
એક યુઝર લખે છે કે, “વીઆઈપી કા એક્ઝામ પાસ હોના ઝરૂરી હૈ, બાકી લોગોં કા ભવિષ્ય જાયે ભાડ મેં?”
આ જ રીતે વીઆયપી કલ્ચર પર કટાક્ષ કરતાં અન્ય કોઈ યુઝર લખે છે કે, “ આ વીઆઈપી ટ્રીટમેન્ટને કારણે છોકરી પરીક્ષા ચૂકી તો હવે તેની જવાબદારી કોણ લેશે?”