મુંબઈ પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે ચૂંટણી માટે લાગુ કરાયેલી આચારસંહિતાનું ઉલ્લંઘન કરનાર કોઈ પણ વ્યક્તિ સામે ઝીરો ટૉલરન્સ પૉલિસી અપનાવીને કાર્યવાહી કરવામાં આવશે.
પ્રતીકાત્મક તસવીર
૧૫ જાન્યુઆરીએ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણી યોજાશે. ચૂંટણીને ધ્યાનમાં રાખતાં મુંબઈ પોલીસે અફવા ફેલાવનારા, ગેરમાર્ગે દોરતી માહિતી આપનારા કે ચોક્કસ જૂથોને નિશાન બનાવવાનો પ્રયાસ કરનારા યુટ્યુબર્સ અને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.
મુંબઈ પોલીસ સોશ્યલ મીડિયાની પ્રવૃત્તિઓ પર કડક નજર રાખી રહી છે. ફેસબુક, X, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ સહિતનાં પ્લૅટફૉર્મ પર ઇન્ફ્લુએન્સર્સની ઍક્ટિવિટી પર નજર રાખવા માટે ખાસ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. લોકલ પોલીસ ઉપરાંત ચૂંટણી દરમ્યાન મુંબઈમાં વધારાના કર્મચારીઓ તહેનાત કરવામાં આવશે. વોટિંગ બૂથ અને મતગણતરીનાં કેન્દ્રો પર કડક સુરક્ષા જળવાય એ માટે પૅટ્રોલિંગ વધારવામાં આવશે.
ADVERTISEMENT
મુંબઈ પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે ચૂંટણી માટે લાગુ કરાયેલી આચારસંહિતાનું ઉલ્લંઘન કરનાર કોઈ પણ વ્યક્તિ સામે ઝીરો ટૉલરન્સ પૉલિસી અપનાવીને કાર્યવાહી કરવામાં આવશે.