ગણેશમૂર્તિની બાજુમાં ૨૦ ભુજાધારી રાક્ષસે શિવ-પાર્વતીને ઊંચક્યાં હોવાની આ અનોખી પ્રતિમા
તસવીર : શાદાબ ખાન
ભાવિકો ગઈ કાલે પરેલની વર્કશૉપમાંથી તેમની ‘સુયોગચા સમ્રાટ’ની ગણશમૂર્તિ વાજતેગાજતે સુરત લઈ ગયા હતા. એ વખતે ટ્રાફિક-પોલીસે તેમને રસ્તા પરથી એક લેનમાં એ લઈ જવામાં સહાય કરી હતી. બીજી લેનમાંથી અન્ય વાહનો પસાર કરવામાં આવી રહ્યાં હતાં. વળી એક હાથમાં ત્રિશૂળ અને બીજા હાથમાં રુદ્રાક્ષની માળા ધરાવતી ગણેશમૂર્તિની બાજુમાં ૨૦ ભુજાધારી રાક્ષસે શિવ-પાર્વતીને ઊંચક્યાં હોવાની આ અનોખી પ્રતિમા જોઈને રસ્તામાં જનારા રાહદારીઓ પણ ઊભા રહી જતા હતા અને ભાવથી નમન કરીને પોતાના મોબાઇલમાં ફોટો પાડી રહ્યા હતા.
