Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સાંતાક્રુઝના આગ્રીપાડા બ્રિજ પર સ્ટન્ટ કરતા બાઇકર્સ સામે પોલીસ આકરી થઈ

સાંતાક્રુઝના આગ્રીપાડા બ્રિજ પર સ્ટન્ટ કરતા બાઇકર્સ સામે પોલીસ આકરી થઈ

Published : 21 March, 2026 01:57 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૫૦થી ૬૦ બાઇકર્સનું ગ્રુપ હતું, પોલીસની નાકાબંધી તોડીને બેફામ ડ્રાઇવરો ભાગી ગયા : ૧૨ જણ સામે ગુનો નોંધ્યો

વાકોલા પોલીસે બુધવારે સ્ટન્ટ કરતા બાઇકર્સ પર કાર્યવાહી કરી હતી

વાકોલા પોલીસે બુધવારે સ્ટન્ટ કરતા બાઇકર્સ પર કાર્યવાહી કરી હતી


વાકોલા પોલીસે ૧૨ બાઇકર્સ સામે બેફામ ડ્રાઇવિંગ અને પોલીસ-અધિકારીઓને અડફેટે લેવાનો પ્રયાસ કરવા બદલ ગુનો નોંધ્યો હતો. આ ઘટના મંગળવારે સાંતાક્રુઝ-ઈસ્ટના આગ્રીપાડા બ્રિજ પર બની હતી.

પોલીસના જણાવ્યા અનુસાર વાકોલા પોલીસ-સ્ટેશન કન્ટ્રોલ રૂમને માહિતી મળી હતી કે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર બાઇકર્સની એક ટીમ ફુલ સ્પીડમાં બાઇક ચલાવી રહી છે. માહિતીને પગલે પોલીસની ટીમે આગ્રીપાડા બ્રિજ પર નાકાબંધી ગોઠવી હતી.



થોડી જ વારમાં લગભગ પચાસથી ૬૦ બાઇકર્સ વિલે પાર્લે તરફ સ્પીડમાં જતા જોવા મળ્યા. પોલીસને જોતાં જ કેટલાક બાઇકર્સે ભાગવાનો પ્રયાસ કર્યો અને અમુક બાઇકર્સ ઑલ્ટરનેટિવ રોડ તરફ વળ્યા હતા. એક બાઇકરે ડિવાઇડર ક્રૉસ કરતાં પહેલાં પોલીસ-અધિકારી પર બાઇક ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો એ પછી તેણે પોતાની બાઇક છોડી દીધી અને બીજી બાઇક પર ભાગવાના પ્રયાસમાં પકડાઈ ગયો હતો. તેની બાઇક જપ્ત કરવામાં આવી હતી.


આ બાઇકરે પૂછપરછ દરમ્યાન જણાવ્યું હતું કે બધા બાઇકર્સ ગોરેગામમાં ભેગા થયા હતા અને સ્ટન્ટ કરતાં બાંદરા-વરલી સી લિન્ક તરફ જઈ રહ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

21 March, 2026 01:57 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK