Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મરઘા વ્યવસાય કરતા મહારાષ્ટ્રના ખેડૂતને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં સ્પીચ આપવા માટે આમંત્રણ મળ્યું

મરઘા વ્યવસાય કરતા મહારાષ્ટ્રના ખેડૂતને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં સ્પીચ આપવા માટે આમંત્રણ મળ્યું

Published : 21 March, 2026 12:33 PM | IST | Amravati
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં કૃષિ ઉદ્યોગસાહસિક તરીકેની પોતાની સમજદારી શૅર કરવા માટે આમંત્રણ મળ્યું છે

રવીન્દ્ર મેટકર

રવીન્દ્ર મેટકર


મહારાષ્ટ્રના એક ખેડૂતને એક સમયે કપડાં ખરીદવાનું પોસાય એમ નહોતું, પરંતુ ધીમે-ધીમે તેણે પૉલ્ટ્રી ફાર્મનું સામ્રાજ્ય બનાવ્યું જેનું વાર્ષિક ટર્નઓવર હવે કરોડો રૂપિયામાં છે. તેને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં કૃષિ ઉદ્યોગસાહસિક તરીકેની પોતાની સમજદારી શૅર કરવા માટે આમંત્રણ મળ્યું છે.

અમરાવતી જિલ્લાના મ્હસાલા અંજનગાંવ બારી ગામના ૫૭ વર્ષના રવીન્દ્ર મેટકરને પહેલીથી પાંચમી મે દરમ્યાન યુકેમાં ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ‘AI ફૉર એવરી માઇન્ડ’ થીમ સાથે યોજાનારી ગ્લોબલ રિસર્ચ કૉન્ફરન્સમાં બોલવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.



આ કૉન્ફરન્સનું આયોજન ગ્લોબલ ઇકૉનૉમિક ફોરમ (GEF) દ્વારા યુનિવર્સિટીના સહયોગથી કરવામાં આવી રહ્યું છે.


રવીન્દ્ર મેટકરે ૧૯૮૪માં પોતાના ઘરની ટેરેસ પરથી પૉલ્ટ્રી ફાર્મનો વ્યવસાય શરૂ કર્યો હતો. ત્યારે તે હજી જુનિયર કૉલેજમાં ભણતો હતો. તેણે તેના પિતા પાસેથી ૩૦૦૦ રૂપિયાના ભંડોળથી શરૂઆત કરી હતી. તે વનવિભાગમાં ક્લાસ ૪ના કર્મચારી તરીકે સેવા આપતો હતો. ત્યારે તેણે નાના ફાર્મમાં ફક્ત ૧૦૦ મરઘા સાથે શરૂઆત કરી હતી. એ પછી કૉમર્સમાં માસ્ટર્સની ડિગ્રી પૂરી કર્યા પછી તેણે બૅન્કમાંથી પાંચ લાખ રૂપિયાની લોન લીધી અને ૪૦૦૦ મરઘાનો ઉછેર શરૂ કર્યો. અનેક મુશ્કેલીઓમાંથી માર્ગ કરીને આગળ વધ્યો અને હવે તે સેટલ્ડ પૉલ્ટ્રી ફાર્મ ઓનર છે. તેણે કહ્યું હતું કે ‘હાલમાં મારી પાસે કોઈ બૅન્ક-લોન નથી અને હવે ૫૦ એકર જમીનમાં ફેલાયેલા અમારા મરઘા ફાર્મમાં ૧,૮૦,૦૦૦ મરઘા છે જેનું વાર્ષિક ટર્નઓવર ૧૫ કરોડ રૂપિયા છે. એ સિવાય ઘઉં અને મકાઈ ઉપરાંત કેળાં, કેરી, નારંગી, ચુન્નો, ચીકુ અને નારિયેળ જેવાં ફળ અને પાકોની ખેતી પણ કરીએ છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

21 March, 2026 12:33 PM IST | Amravati | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK