Mumbai Water Level: BMCના રિપોર્ટ અનુસાર આજે સવારે ૬ વાગ્યા સુધીમાં મુંબઈના સાત મેઇન તળાવોમાં તેમની ક્ષમતાને જોતાં પાણીનો સ્ટૉક માત્ર 8.07 ટકા બચ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
Mumbai Water Level: બે દિવસથી મુંબઈમાં વરસાદે દેખા દેતાં મુંબઈકર્સને હાશકારો થયો છે. ચોમાસું લંબાયાને કારણે મુંબઈગરાઓ માટે જળસંકટ ઊભું થયું હતું. મુંબઈના તળાવોમાં સતત ઘટી રહેલો પાણીની સ્ટૉક ચિંતાનો વિષય બન્યો હતો. હવે આજે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર આજે સવારે ૬ વાગ્યા સુધીમાં મુંબઈના સાત મેઇન તળાવોમાં તેમની ક્ષમતાને જોતાં પાણીનો સ્ટૉક માત્ર 8.07 ટકા બચ્યો છે.
આ તમામ તળાવોમાં સંયુક્ત રીતે વાપરી શકાય એવા પાણીનો સ્ટૉક (Mumbai Water Level) 1,16,808 મિલિયન લિટર (એમએલ) છે, જ્યારે કુલ ક્ષમતા 14,47,363 એમએલ છે. ગયા વર્ષે આ જ તારીખે તળાવોમાં 28.21 ટકા સ્ટૉક થઈ ગયો હતો, જ્યારે ૨૦૨૪માં આ લેવલ 5.31 ટકા પર નીચું હતું.
ADVERTISEMENT
મુંબઈને પાણી પૂરું પાડતાં તળાવો છે- ભાતસા, અપર વૈતરણા, મધ્ય વૈતરણા, તાનસા, મોડક સાગર, વિહાર અને તુલસી. તમામ વૈતરણા તળાવ 595.22 મીટર સુધી પહોંચી ગયા છે, જે 595.44 મીટરના સૌથી નીચા ડ્રોડાઉન સ્તર (એલડીએલ)ની નીચે છે. માટે ઉપયોગી સ્ટૉક તો જીરો જ કહી શકાય.
જોકે, ભાતસા ડેમમાં 108.96 અથવા 7.33 ટકા જેટલો સારો સ્ટૉક છે. મધ્ય વૈતરણા હાલમાં 10.94 ટકા સાથે 119.97 મીટર પર છે. જળાશયમાંથી પાણી છોડવાનું કામ 30 નવેમ્બર, 2025થી ચાલી રહ્યું છે. તાનસા તળાવની સપાટી 119.39 મીટર છે, જેથી સ્ટૉક (Mumbai Water Level) 2.21 ટકા છે.
BMCની પાણીની બચત માટે અપીલ
બે દિવસથી મુંબઈમાં વરસાદી ઝાપટાં થઈ રહ્યા હોવા છતાં મોટાભાગના તળાવની આસપાસના વિસ્તારોમાં છેલ્લા ૨૪ કલાકમાં તો નજીવો જ વરસાદ નોંધાયો છે. (Mumbai Water Level) એટલે કે માત્ર છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ થયો છે એમ કહી શકાય. ભાતસા અને અપર વૈતરણામાં અત્યાર સુધીમાં સૌથી વધુ 0.00 મીમી વરસાદ નોંધાયો છે. હજી તો ચોમાસું બરાબર બેઠું નથી માટે બીએમસી દ્વારા નાગરિકોને પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા અપીલ કરાઇ છે.
ભારે ગરમી સહન કર્યા પછી મુંબઈમાં આજે મંગળવારે સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં શહેરના ઘણા ભાગોમાં સવારે મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો, જ્યારે ઉપનગરોમાં હળવો વરસાદ પડ્યો હતો.
મુંબઈ અને સબર્બ્સમાં મધ્યમ વરસાદ જોવા મળ્યો છે. ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ મંગળવારે સવારે 7:00 વાગ્યે મુંબઈ અને પાસેના રાયગઢ જિલ્લા માટે ઓરેન્જ અલર્ટ જારી કરી છે. જેમાં વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદ અને તોફાની પવન સાથે વાવાઝોડાની આગાહી પણ કરાઇ છે.
હવામાન વિભાગની (Mumbai Water Level) આગાહી મુજબ મુંબઈમાં બુધવારે મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25.1 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. શહેર અને સબર્બ્સમાં છૂટાછવાયા વરસાદની સાથે ભેજવાળી સ્થિતિ રહેશે.
