Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > પત્નીએ પતિ સામે નોંધાવી ફરિયાદ : વર્ષોથી દીકરીનું જાતીય શોષણ કરતો હોવાનો આરોપ

પત્નીએ પતિ સામે નોંધાવી ફરિયાદ : વર્ષોથી દીકરીનું જાતીય શોષણ કરતો હોવાનો આરોપ

Published : 05 February, 2026 07:39 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આરોપી પિતા દીકરીને ભણાવવાના બહાને તેની પાસે બેસતો હતો અને તેને અશ્લીલ વિડિયો-ક્લિપ્સ જોવા માટે મજબૂર કરતો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈમાં સંબંધોને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લોઅર પરેલમાં રહેતી ૪૫ વર્ષની મહિલા લેખિકાએ પોતાના જ પતિ વિરુદ્ધ તેમની ૮ વર્ષની દીકરીની જાતીય સતામણી કરવાનો આરોપ મૂકીને મંગળવારે એન. એમ. જોશી માર્ગ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પિતા સામે જ પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. આરોપી પિતા છેલ્લાં ૪ વર્ષથી દીકરીનું શોષણ કરી રહ્યો હોવાનો આરોપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

એન. એમ. જોશી માર્ગ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે ‘આરોપી પિતા દીકરીને ભણાવવાના બહાને તેની પાસે બેસતો હતો અને તેને અશ્લીલ વિડિયો-ક્લિપ્સ જોવા માટે મજબૂર કરતો હતો. આરોપી પર સગીર બાળકીને વારંવાર અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો અને અશ્લીલ માગણીઓ કરવાનો આરોપ પણ માતાએ ફરિયાદમાં કર્યો છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે માસૂમ બાળકીએ હિંમત એકઠી કરીને મમ્મીને પોતાની સાથે થતી આપવીતી વર્ણવી હતી. દીકરીની વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયેલી લેખિકાએ તરત જ દીકરીની સુરક્ષાને પ્રાધાન્ય આપ્યું હતું. તેણે દીકરી સાથે એ ઘર છોડી દીધું હતું અને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કર્યું હતું. ત્યાર બાદ તેણે અમારો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. છેલ્લાં ૪ વર્ષથી ચાલી રહેલી આ ઘટનાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.’


Whatsapp-channel Whatsapp-channel

05 February, 2026 07:39 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK