માટુંગા પોલીસ-સ્ટેશનમાં આ મામલે આકસ્મિક મૃત્યુની નોંધ કરવામાં આવી છે એમ જણાવતાં એક અધિકારીએ ઉમેર્યું હતું કે ઘટનાનો ચોક્કસ ક્રમ જાણવા માટે પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.
આત્મહત્યા કરનારો વિદ્યાર્થી સિદ્ધેશ પાટીલ.
ઇન્સ્ટિટ્યૂટ ઑફ કેમિકલ ટેક્નૉલૉજી (ICT)ના એન્જિનિયરિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ હૉસ્ટેલના પોતાના રૂમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું પોલીસે બુધવારે જણાવ્યું હતું.
મૂળ નાશિકનો વતની ૧૯ વર્ષનો સિદ્ધેશ પાટીલ છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનની સારવાર લઈ રહ્યો હતો. તપાસ અધિકારીઓએ વધુમાં જણાવ્યું હતું કે આ વિદ્યાર્થીએ મંગળવારે રાત્રે પોતાના સાઇકિયાટ્રિસ્ટને મોબાઇલ પર મેસેજ કરીને આપઘાતના વિચારો આવી રહ્યા હોવાની જાણ કરી હતી.
મેસેજ મળતાં જ ડૉક્ટરે તાત્કાલિક સિદ્ધેશના પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનોએ તરત જ હૉસ્ટેલમાં રહેતા તેના મિત્રોનો સંપર્ક કરીને તેની રૂમ પર જઈને તપાસ કરવા જણાવ્યું હતું. જોકે મિત્રો રૂમ પર પહોંચે એ પહેલાં જ સિદ્ધેશે ગળેફાંસો ખાઈ લીધો હતો.
માટુંગા પોલીસ-સ્ટેશનમાં આ મામલે આકસ્મિક મૃત્યુની નોંધ કરવામાં આવી છે એમ જણાવતાં એક અધિકારીએ ઉમેર્યું હતું કે ઘટનાનો ચોક્કસ ક્રમ જાણવા માટે પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.
