Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > લાતુરના મૅથ્સ ટીચરને જાહેર થયો નૅશનલ અવૉર્ડ

લાતુરના મૅથ્સ ટીચરને જાહેર થયો નૅશનલ અવૉર્ડ

Published : 23 August, 2026 06:33 AM | IST | Latur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે આટલા પ્રતિષ્ઠિત ગૌરવને પામીને હું ખૂબ જ આનંદિત છું અને ગર્વનો અનુભવ કરું છું.

નૅશનલ અવૉર્ડ માટે પસંદ કરવામાં આવેલા ગણિતના ટીચર વૈભવ કુલકર્ણી.

નૅશનલ અવૉર્ડ માટે પસંદ કરવામાં આવેલા ગણિતના ટીચર વૈભવ કુલકર્ણી.


લાતુરની જવાહર નવોદય વિદ્યાલયમાં ભણાવતા ગણિતના ટીચર વૈભવ કુલકર્ણીનો શુક્રવારે જાહેર કરવામાં આવેલી નૅશનલ ટીચર્સ અવૉર્ડ્‍સ 2026ની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સરકારે જાહેર કરેલા ‍અવૉર્ડ્‍સ મેળવનારા લોકોનાં નામોમાં વૈભવ કુલકર્ણીના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી. સરકાર દ્વારા કુલ ૪૮ ટીચરની આ અવૉર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી.

વસંત કુલકર્ણી છેલ્લા ૩ દાયકાથી ટીચર તરીકેની કારકિર્દી ધરાવે છે. તેમની ભણાવવાની જુદી શૈલીને કારણે તથા લો-કૉસ્ટ લર્નિંગને કારણે અનેક વિદ્યાર્થીઓ ગણિતનો અત્યંત મુશ્કેલ કન્સેપ્ટ સરળતાથી સમજી શકે છે. તેમની યુટ્યુબ ચૅનલ ‘મૅથ્સ મેડ ઈઝી વિથ વૈભવ કુલકર્ણી’માં ૭૦૦થી વધુ વિડિયો છે. તેમણે પોતાના નામની નૅશનલ અવૉર્ડ માટે જાહેરાત થયા બાદ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે આટલા પ્રતિષ્ઠિત ગૌરવને પામીને હું ખૂબ જ આનંદિત છું અને ગર્વનો અનુભવ કરું છું.


Whatsapp-channel Whatsapp-channel

23 August, 2026 06:33 AM IST | Latur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK