બૉલીવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ ગયા નવેમ્બરમાં તેનાં સગીર બાળકોની સંભાળ રાખવા માટે બાવીસ વર્ષની એક ભારતીય મહિલાને દુબઈમાં નોકરી પર રાખી હતી.
નવાઝુદ્દીન સિદ્દીકી
મુંબઈ : બૉલીવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ ગયા નવેમ્બરમાં તેનાં સગીર બાળકોની સંભાળ રાખવા માટે બાવીસ વર્ષની એક ભારતીય મહિલાને દુબઈમાં નોકરી પર રાખી હતી. સિનિયર ઍડ્વોકેટ રિઝવાન સિદ્દીકીએ આરોપ મૂક્યો છે કે એ મહિલાને પાછલાં કેટલાંક સપ્તાહથી પૈસા તથા ભોજન વિના વિદેશ રહેવા માટે છોડી મૂકવામાં આવી છે. વર્ક વિઝા પર દુબઈ મોકલવામાં આવેલી એ મહિલાની ઓળખ સપના રૉબિન મસીહ તરીકે કરવામાં આવી છે, પરંતુ તેની ઓળખ કોઈ અજાણી કંપનીમાં સેલ્સ મૅનેજર તરીકે આપવામાં આવી હતી એવું વકીલે જણાવ્યું હતું.
ADVERTISEMENT
ફેબ્રુઆરીમાં ઈસ્યુ કરાયેલા એના વર્ક વિઝા
‘મિડ-ડે’ સાથે વાત કરતાં ઍડ્વોકેટે કહ્યું કે ‘ઍક્ટરે ઘરનું ભાડું અને ઇલેક્ટ્રિસિટી બિલ નહોતું ભર્યું. મહિલાને તાત્કાલિક બચાવવામાં નહીં આવે તો ખોરાક કે આશ્રય વિના તેને દુબઈમાં એકલી છોડી મૂકવામાં આવશે.’
સપના રોબિન મસીહ
ઍડ્વોકેટ સિદ્દીકીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ‘હું નવાઝુદ્દીન વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની કલમ ૩૪૪ હેઠળ ફોજદારી કાર્યવાહી શરૂ કરી રહ્યો છું. મને જાણવા મળ્યું છે કે મારી ટ્વીટ બાદ દુબઈની સ્થાનિક સત્તા તેની મદદ કરી રહી છે અને નવાઝુદ્દીનની ટીમ તેને ભારત પાછી લાવવાની ગોઠવણ કરી રહી છે. જોકે ‘મિડ-ડે’એ અભિનેતાનો સંપર્ક કરવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો.

