T20 ક્રિકેટ વધી રહ્યું છે ત્યારે પરંપરાગત ફૉર્મેટની લોકપ્રિયતા જાળવી રાખવા બદલ અને શિસ્ત, ફિટનેસ તથા પ્રતિબદ્ધતાનું અસાધારણ ઉદાહરણ સ્થાપિત કરવા બદલ આભાર.
વિરાટ કોહલી
ટેસ્ટ-ક્રિકેટમાં એક યુગનો અંત આવ્યો, પણ તેનો વારસો હંમેશાં જીવંત રહેશે, તેનું યોગદાન હંમેશાં યાદ રાખવામાં આવશે.
- ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)
ADVERTISEMENT
ભારતના મહાન ટેસ્ટ-ક્રિકેટરોમાંના એક, વિરાટ કોહલીએ પરંપરાગત ફૉર્મેટમાંથી નિવૃત્તિ લીધી છે. સફેદ જર્સી પહેરશે નહીં, પરંતુ તાજ અકબંધ રહેશે. વિરાટ કોહલી એક અજોડ વારસો છોડીને ચાલ્યો ગયો.
- ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)
વિરાટ કોહલીને શાનદાર ટેસ્ટ-કારકિર્દી બદલ અભિનંદન. T20 ક્રિકેટ વધી રહ્યું છે ત્યારે પરંપરાગત ફૉર્મેટની લોકપ્રિયતા જાળવી રાખવા બદલ અને શિસ્ત, ફિટનેસ તથા પ્રતિબદ્ધતાનું અસાધારણ ઉદાહરણ સ્થાપિત કરવા બદલ આભાર.
- ICC ચૅરમૅન જય શાહ
વિરાટ ભારત માટે ૨૦૨૭નો વન-ડે વર્લ્ડ કપ જીતવા માટે હાજર રહેશે અને તે એના માટે ૧૦૦ ટકા પ્રતિબદ્ધ રહેશે.
- કોહલીના બાળપણના કોચ રાજકુમાર શર્મા
તું આધુનિક યુગનો એક લેજન્ડ છે અને તું દરેક રીતે ટેસ્ટ-મૅચ ક્રિકેટનો શાનદાર રાજદૂત રહ્યો છે. તમે બધાને અને ખાસ કરીને મને આપેલી યાદો બદલ આભાર. ચૅમ્પિયન, ભગવાન તારું ભલું કરે.
- ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને હેડ કોચ રવિ શાસ્ત્રી
સિંહ જેવો જુસ્સો ધરાવતો માણસ. મને તારી યાદ આવશે.
- ભારતીય હેડ કોચ ગૌતમ ગંભીર
ટેસ્ટ-ક્રિકેટે તારી અંદરના યોદ્ધાને ઘડ્યો અને તે એને બધું આપી દીધું. તું મહાન પ્લેયર્સની જેમ રમ્યો, તારી અંદરની આગ અને દરેક પગલાં પર ગર્વ સાથે. સફેદ જર્સીમાં તારા યોગદાન પર ગર્વ છે.
- ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુવરાજ સિંહ
મારા બિસ્કોટી (હુલામણું નામ)ને એક અદ્ભુત ટેસ્ટ-કરીઅર માટે અભિનંદન. તારી પ્રતિબદ્ધતા અને કુશળતાએ હંમેશાં મને પ્રેરણા આપી છે. એક સાચો લેજન્ડ.
- ભૂતપૂર્વ સાઉથ આફ્રિકન ક્રિકેટર એબી ડિવિલિયર્સ
વિરાટ, આપણે સાથે ગર્વથી ટેસ્ટ-ક્રિકેટના લાંબા દિવસો જીવ્યા છીએ. વાઇટ જર્સીમાં તારી બૅટિંગ ખાસ હતી, ફક્ત આંકડાઓની દૃષ્ટિએ જ નહીં, પરંતુ ઇરાદા, જુસ્સા અને પ્રેરણાની દૃષ્ટિએ પણ.
- ભૂતપૂર્વ ઑલરાઉન્ડર હરભજન સિંહ
એક કૅપ્ટન તરીકે તે માત્ર મૅચ જ નહીં જીતી, પણ માનસિકતા પણ બદલી નાખી. તું ફિટનેસ, આક્રમકતા અને ટેસ્ટ-ક્રિકેટ રમવાના ગર્વને નવી ઊંચાઈઓ પર લઈ ગયો.
- ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઇરફાન પઠાણ
પાજ્જી, હું તને અને રોહિતભાઈને રમતા જોઈને મોટો થયો છું. તમે બન્ને ફક્ત મારા માટે જ નહીં, પરંતુ એક આખી પેઢી માટે પ્રેરણાસ્ત્રોત છો જે તમારા જુસ્સા અને રમત પ્રત્યેની આક્રમકતાને કારણે ક્રિકેટના પ્રેમમાં પડે છે.
- ભારતીય ક્રિકેટર યશસ્વી જાયસવાલ
આધુનિક ક્રિકેટયુગની સૌથી મોટી બ્રૅન્ડ, જેણે ક્રિકેટના સૌથી જૂના ફૉર્મેટ માટે પોતાનું સર્વસ્વ આપ્યું. ટેસ્ટ-ક્રિકેટ વિરાટ કોહલીનું ઋણી છે.
- સંજય માંજરેકર
ટેસ્ટ-ક્રિકેટમાં તારા જુસ્સા અને નેતૃત્વએ લાખો લોકોને પ્રેરણા આપી છે, ભાઈ! તને જતા જોઈને દુઃખ થયું, પણ તારો વારસો જીવંત રહેશે.
- ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈના
ફિટનેસ પ્રત્યેની તારી અતૂટ પ્રતિબદ્ધતા અને પડદા પાછળ તે આપેલા બલિદાનની હું સૌથી વધુ પ્રશંસા કરું છું.
- ભૂતપૂર્વ શ્રીલંકન ક્રિકેટર સનથ જયસૂર્યા
તારી કૅપ્ટન્સી હેઠળ ટેસ્ટ-ડેબ્યુથી લઈને આપણા દેશ માટે નવી ઊંચાઈઓ સર કરવા સુધી, તારા જુસ્સા અને ઊર્જાની ખોટ સાલશે, પણ તે જે વારસો છોડ્યો છે એ અજોડ છે.
- ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ
તમારા વગર ડ્રેસિંગ રૂમ પહેલાં જેવું નહીં રહેશે. મને હંમેશાં મોટિવેટ કરવા અને સમર્થન આપવા માટે આભાર.
- ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ

