બૅન્કના ખાતેદારોએ એક સંગઠન બનાવીને RBIને કરી અરજી : તેમણે એવી પણ શંકા વ્યક્ત કરી કે બૅન્કમાં મોટા પાયે ગેરરીતિ આચરવામાં આવી હોવી જોઈએ
ગઈ કાલે જાવેદ આઝમને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
૧૨૨ કરોડ રૂપિયાના કૌભાંડનો સામનો કરી રહેલી ન્યુ ઇન્ડિયા કો-ઑપરેટિવ બૅન્કના ખાતાધારકોના સંગઠને રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ને એક અરજી આપીને તેમને પડી રહેલી આર્થિક તકલીફનું જેમ બને એમ જલદી નિરાકરણ લાવવા કહ્યું છે.



