ફક્ત બિલ્ડિંગની નીચે પાર્ક થયેલાં ૪ ટૂ-વ્હીલર્સને નુકસાન પહોંચ્યું હતું.
પ્રતીકાત્મક તસવીર
થાણેના કિશનનગરમાં સંગમ સદન બિલ્ડિંગની ટેરેસ ગૅલરી રવિવારે બપોરના સમયે તૂટી પડતાં તાબડતોબ કાર્યવાહી કરીને બિલ્ડિંગના ૮૦ રહેવાસીઓને બિલ્ડિંગમાંથી બહાર કાઢી તેમને બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટના ગઈ કાલે બપોરે ૨.૨૦ વાગ્યે બની હોવાની જાણકારી થાણેના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાિસન તાડવીએ આપી હતી. ૩૫ વર્ષ જૂના બિલ્ડિંગની એક ગૅલરીનો ભાગ તૂટી પડ્યો હતો. બિલ્ડિંગની હાલત જોતાં એનું સમારકામ કરાવવાની જરૂર હોવાનું પણ યાિસન તાડવીએ જણાવ્યું હતું. જોકે હાલ બધા જ રહેવાસીઓને અન્ય ઠેકાણે રહેવાની સુવિધા આપવામાં આવી છે. સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈને ઈજા નહોતી પહોંચી કે કોઈ જાનહાનિ થઈ નહોતી. ફક્ત બિલ્ડિંગની નીચે પાર્ક થયેલાં ૪ ટૂ-વ્હીલર્સને નુકસાન પહોંચ્યું હતું.
