Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ડોમ્બિવલીમાં રખડતા કૂતરાનો ત્રાસ

ડોમ્બિવલીમાં રખડતા કૂતરાનો ત્રાસ

Published : 04 October, 2026 08:22 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કચ્છી જૈન અગ્રણીને કૂતરાએ બચકું ભરતાં ૪ ટાંકા આવ્યા, હૉસ્પિટલ ગયા તો ત્યાં તેમના જેવા ૧૦૦+ લોકો લાઇનમાં હતા

કૂતરો કરડ્યા પછી હિતેન ગડાનો પગ.

કૂતરો કરડ્યા પછી હિતેન ગડાનો પગ.


કલ્યાણ-ડોમ્બિવલીમાં રખડતા શ્વાનોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે, જેનો વધુ એક ભોગ કચ્છી વેપારી બન્યા છે. ડોમ્બિવલી-ઈસ્ટની પાંડુરંગવાડીમાં રહેતા ૫૪ વર્ષના હિતેન ગડા શુક્રવારે સવારે ૯ વાગ્યે પોતાના સ્કૂટર પર ફૅક્ટરીએ જવા નીકળ્યા હતા. દરમ્યાન ડોમ્બિવલી-ઈસ્ટના શેલાર નાકા પાસે તેઓ સ્કૂટરમાં હવા પુરાવવા માટે ઊભા રહ્યા ત્યારે અચાનક બે રખડતા કૂતરાએ તેમના પર હુમલો કરી દીધો હતો. કૂતરાના હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમના પગમાં ૪ ટાંકા આવ્યા હતા તેમ જ ૯ ઇન્જેક્શન લેવાની નોબત 
આવી હતી. હિતેન ગડા શ્રી સુવિધિનાથ અચલગચ્છ જૈન સંઘના ટ્રસ્ટી પણ છે.

હિતેન ગડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ડોમ્બિવલીના ઘરડા સર્કલ નજીક મારી ઑફિસ આવેલી છે. શુક્રવારે સવારે ૯ વાગ્યે હું સ્કૂટર પર મારી ઑફિસ જઈ રહ્યો હતો એ સમયે શેલાર નાકા નજીક સ્કૂટર હવા ભરાવવા માટે ઊભું રાખ્યું હતું. એ દરમ્યાન અચાનક એક કૂતરો આવ્યો હતો. અણે મારા પગ પર બચકું ભર્યું હતું. એટલામાં બીજો કૂતરો આવ્યો હતો જેણે આખો પગ પોતાના મોઢામાં પકડી લીધો હતો. આ ઘટના બાદ હું મારા ફૅમિલી ડૉક્ટર પાસે ગયો હતો. તેમણે મને ૩ ઇન્જેક્શન આપ્યાં હતાં. જોકે દુખાવો વધારે અને જખમ મોટો હોવાને કારણે તેમણે મને કલ્યાણ-ડોમ્બિવલી મ્યુનિસિપલ કૉર્પોરેશન (KDMC) સંચાલિત શાસ્ત્રીનગર હૉસ્પિટલમાં જવાની સલાહ આપી હતી એટલે સવારે ૧૦ વાગ્યે ત્યાં હું પહોંચ્યો હતો. જોકે ત્યારે ત્યાં ચોંકાવનારાં દૃશ્યો જોવા મળ્યાં હતાં. હૉસ્પિટલમાં કૂતરા કરડવાના કેસમાં સારવાર અને ઇન્જેક્શન લેવા માટે દરદીઓની ભારે ભીડ હતી અને લાંબી લાઇનો લાગેલી હતી. ત્યાં કૂતરા કરડવાના આશરે ૧૦૦થી વધુ દરદીઓ લાઇનમાં ઊભા હોવાથી મને સારવાર મેળવવામાં બપોરના ૩ વાગી ગયા હતા. અહીં મને ૬ ઇન્જેક્શન આપ્યાં હતાં. હાલમાં મારી હાલત સુધારા પર છે.’


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2026 08:22 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK