તમામ ૬ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અને લિફ્ટ ફરી શરૂ કરી દેવામાં આવી છે.
ગઈ કાલે ચર્ચગેટ મેટ્રો સ્ટેશન પર લિફ્ટ ખોટકાઈ જતાં ફસાયેલા મુસાફરો.
મુંબઈ મેટ્રો 3ના ચર્ચગેટ સ્ટેશન પર મંગળવારે બપોરે લિફ્ટમાં ટેક્નિકલ ખામી સર્જાતાં ૬ મુસાફરો થોડા સમય માટે લિફ્ટમાં ફસાઈ ગયા હતા. મુંબઈ મેટ્રો રેલ કૉર્પોરેશન (MMRC)એ આપેલી માહિતી મુજબ પાંચ મિનિટમાં મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટના બપોરે ૧.૪૫ વાગ્યે બની હતી અને સ્ટેશન પર લિફ્ટ-નંબર પાંચ બે માળની વચ્ચે બંધ થઈ ગઈ હતી જેને કારણે મુસાફરો કાચની લિફ્ટમાં ફસાઈ ગયા હતા. મુંબઈ મેટ્રો 3ના ઑપરેશનનું નિરીક્ષણ કરતી MMRCના જણાવ્યા અનુસાર ટેક્નિકલ ખામીને કારણે લિફ્ટ બંધ થઈ ગઈ હતી. આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવ્યું હતું. પાંચ મિનિટમાં જ તમામ ૬ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા અને લિફ્ટ ફરી શરૂ કરી દેવામાં આવી છે.
કૂદકે ને ભૂસકે વધી રહેલા સાકરના ભાવ પર નિયંત્રણ રાખવા સરકાર વિવિધ ઉપાયો કરી રહી છે
ADVERTISEMENT
વધી રહેલા સાકરના ભાવ પર નિયંત્રણ રાખવા માટે સરકાર વિવિધ ઉપાયો કરી રહી છે. સરકારે ૧૦ લાખ ટન સાકર ઇમ્પોર્ટ કરવાની છૂટ આપી છે એટલે કેટલાક અંશે ભાવ કન્ટ્રોલમાં રાખવા સહાય મળશે. રીટેલમાં સાકર ૭૦થી ૮૦ રૂપિયે કિલો વેચાઈ રહી છે. એથી હવે સાકરનો કોઈ પણ વેચાણકર્તા એનો ૩૦ દિવસ કરતાં વધુનો સ્ટૉક નહીં કરી શકે. આ ઉપરાંત કોઈ પણ સ્ટોરેજમાં ૪૦૦૦ ક્વિન્ટલ કરતાં વધુ સાકરનો સ્ટૉક નહીં કરી શકે. એની સાથે જ કોલ્ડ ડ્રિન્ક્સ મૅન્યુફૅક્ચરર, આઇસક્રીમ મૅન્યુફૅક્ચરર, હોલેસલ વેપારી બધા માટે સ્ટૉકની લિમિટ રહેશે. સાકરના બધા જ વેચાણકર્તાઓએ સરકારી પૉર્ટલ પર તેમના સ્ટૉકની વિગતો નિયમિત અપડેટ કરવી પડશે. આ આદેશ ૧ ઑગસ્ટથી ૨૦ નવેમ્બર સુધી લાગુ રહેશે.
